Abtak Media Google News

ચૂંટણી પંચ સાથે જિલ્લા તંત્રની વિડીયો કોંફરન્સ યોજાઈ, ડિસ્ટ્રીકટ માસ્ટર પ્લાન અંગે માર્ગદર્શન અપાયું

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. જેને પગલે આજે સાંજે કલેકટર દિલ્હી જવા રવાના થવાના છે. તો બીજી તરફ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કાલે ગાંધીનગર ખાતે વર્કશોપમાં જવાના છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના હવે પરિણામ પણ જાહેર થઈ ગયા છે. જેને પગલે કેન્દ્રીય ચૂંટણી પંચ હવે લોકસભાની ચૂંટણી માટે પુરજોશમાં તૈયારીમાં લાગી ગયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પાંચ તબક્કામાં ગુજરાતના તમામ જિલ્લા કલેકટરો માટે દિલ્હી ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લા કલેકટરને તા.5 અને 6 ડીસેમ્બર એમ બે દિવસની તાલીમ માટે બોલાવવામાં આવ્યા છે. જેથી જિલ્લા કલેકટર પ્રભવ જોશી આજે સાંજે જ રાજકોટથી ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થવાના છે.

આ ઉપરાંત રાજયના ચૂંટણી આયોગ દ્વારા આવતીકાલે તમામ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ માટે ગાંધીનગરના એક દિવસનો વર્કશોપ ગોઠવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર પણ આવતીકાલે હાજરી આપવાના છે. બીજી તરફ આજે જિલ્લા ચૂંટણી તંત્રની ચૂંટણી પંચ સાથે બપોરના સમયે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ પ્લાન વિશે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.