Abtak Media Google News

સૌરાષ્ટ્ર હાઈસ્કુલની અનોખી પહેલ: શિક્ષણ જગત સો સંકળાયેલ તજજ્ઞોની બનાવી કમીટી

શિક્ષણ અતી ખર્ચાળ બનતું જાય છે, તેને પહોંચી વળવું ઘણું મુશ્કેલ છે, પરિણામ સ્વ‚પ ખરા ર્અમાં તેજસ્વી છાત્રો ઉચ્ચ અભ્યાસી અવા શિક્ષણ મેળવવાી વંચીત રહી જાય છે, આવા સમયે તેજસ્વી છાત્રો શિક્ષણી વંચીત ન રહે, પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે, ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય બને, રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપે તેવી શુભ ભાવનાી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે શ‚ યેલ સૌને પોષાય તેવી ફીમાં તમામ, સુવિધાી સજ્જ સૌરાષ્ટ્ર પ્રાયમરી સ્કૂલ એક સમાજને નવી દિશા આપવા જઈ રહી છે. “લક્ષ્ય સારી કસોટી અંતર્ગત જેસ્વી ૫૧ દિકરીઓને ૧૦૦ ટકા સ્કોલરશીપ સો ભણાવવાની જવાબદારી ઉપાડવા પહેલ કરી છે. આ માટેનું માળખુ યોજના શહેરના જાણીતા શિક્ષણ શાીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ યોજના માત્ર દીકરીઓ માટે છે જેનો લાભ પાંચ લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા પરિવાર માટે સિમીત રાખવામાં આવી છે.

આ અંગે વિશેષ માહિતી આપતા સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટનાં યુવાન ટ્રસ્ટી મુકેશ દોશી, હરદેવસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના ઘણા લોકો દીકરીઓને ભણાવવાનું ભગીર કાર્ય કરી રહ્યાં છે. પરંતુ સ્વનિર્ભર શૈક્ષણિક સંસઓ તેજસ્વી દીકરીઓ ૧૦૦ ટકા સ્કોલરશીપ સો અભ્યાસ કરે એ કદાચ પહેલી ઘટના બનવા જઈ રહી છે. ભાવિ પેઢીને સુસંસ્કૃત અને સંસ્કારી બનાવવી હોય તો દીકરી જ્ઞાનનો દરીયો બને એ મહત્વનું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર પ્રાયમરી સ્કુલ કેજયાં તમામ પ્રકારની સુવિધા બાળકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. નિદત બારોટે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પ્રાયમરી સ્કુલમાં ધોરણ ૧ થી ૬ માં અભ્યાસ કરવા ઇચ્છુક દીકરીઓ જ આ સ્કોલરશીપ માટેની લક્ષ્ય સારથી કસોટી આપી શકશે. લક્ષ્ય સારથી કસોટીનાં ૭૦ ટકા વર્ગ વ્યવહાર અને અભિયોગ્યતા આધારીત ૯૦ ટકા અને ૧૦૦ ટકા મુજબ મેરીટ તૈયાર કરાશે. આ યોજના અંતર્ગત દરેક ધોરણ માટે પ્રથમ પાંચ દીકરીઓને ૧૦૦ ટકા સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. આ માટે શહેરના શિક્ષણ જગત સાથે સંકળાયેલા નિષ્ણાંતો પોતાની સેવા આપના છે. આ માટેની કસોટીની તારીખ હવી પછી નકકી કરવામાં આવનાર છે. આ માટેનું ફોર્મ સૌરાષ્ટ્ર પ્રાયમરી સ્કુલ પર તારીખ ર૮ એપ્રિલ સુધીમાં મળી શકશે.આ યોજનાની વધુ માહીતી ડો. ભાવનાબેન મહેતા ૮૪૬૦૨ ૫૩૬૨૭ નો સવારે ૧૦ થી સાંજે પ સુધી સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.