Abtak Media Google News

માર્ચ 2023 સુધીમાં, ગુજરાતમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સ (પોકસો) હેઠળ નોંધાયેલા 5,429 કેસ હજુ પણ પેન્ડિંગ છે, તેવું સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 2020 માં પોકસો હેઠળ 2,345 કેસો, 2021 માં 2,443 કેસ અને 2022 માં 2,499 કેસ નોંધાયા હતા. આ સૂચવે છે કે પોકસો હેઠળ નોંધાયેલા બનાવોની સંખ્યામાં ગુજરાતમાં સતત વધારો થઈ રહ્યો છે.

2020માં 2,345 કેસો, 2021માં 2,443 કેસો અને 2022માં 2,499 કેસો નોંધાયા : લોકસભામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રજૂ કરી વિગતો

8 ડિસેમ્બરે લોકસભામાં સાંસદ કે જયકુમારના પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે 2020માં ગુજરાતમાં પોકસો હેઠળ 2,345 કેસ નોંધાયા હતા.  તેમાંથી 2,272 કેસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી, પરંતુ માત્ર 23 કેસમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 2,985 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.  જ્યારે 2,959 લોકોને ચાર્જશીટ કરવામાં આવી હતી, જ્યારે માત્ર 27 લોકોને પોકસો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.  પોલીસે 2,472 કેસોનો નિકાલ કર્યો હતો, કોર્ટે 891 કેસોનો નિકાલ કર્યો હતો અને વર્ષના અંતે 133 કેસ તપાસ માટે પેન્ડિંગ રહ્યા હતા.  નોંધપાત્ર રીતે, 2020 ના અંત સુધીમાં 10,731 કેસની સુનાવણી બાકી હતી.

2021 માં, ગુજરાતમાં પોકસો હેઠળ 2,443 કેસ નોંધાયા હતા, જેમાં 2,390 કેસ ચાર્જશીટ થયા હતા અને માત્ર 71 કેસ દોષિત ઠર્યા હતા.  કુલ 2,978 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, 2,971 વ્યક્તિઓ સામે ચાર્જશીટ કરવામાં આવી હતી અને માત્ર 79 લોકોને પોકસો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.  પોલીસે 2,483 કેસનો નિકાલ કર્યો હતો, કોર્ટે 454 કેસોનો નિકાલ કર્યો હતો અને 91 કેસ તપાસ માટે બાકી હતા.  વર્ષના અંતે 12,647 કેસની સુનાવણી બાકી હતી.

2022 માં, ગુજરાતમાં પોકસો હેઠળ 2,449 કેસ નોંધાયા હતા, જેમાં 2,394 કેસ ચાર્જશીટ થયા હતા અને માત્ર 92 કેસ દોષિત ઠર્યા હતા.  કુલ 2,963 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, 2,943 વ્યક્તિઓને ચાર્જશીટ કરવામાં આવી હતી, અને માત્ર 107 લોકોને પોકસો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.  પોલીસે 2,472 કેસોનો નિકાલ કર્યો હતો, કોર્ટે 891 કેસોનો નિકાલ કર્યો હતો અને 108 કેસ તપાસ માટે બાકી હતા.  વર્ષના અંતે, 14,150 કેસની સુનાવણી બાકી હતી.

જો કે, લોકસભાએ ગુજરાતમાં પોસ્કોના કેસોમાં છેલ્લા ત્રણ વર્ષથી જ નહીં પરંતુ પાછલા વર્ષોમાં પણ સતત વધારો દર્શાવ્યો હતો.  સંસદમાં એક પ્રશ્નના જવાબમાં, મહિલા અને બાળ વિકાસે ડિસેમ્બર 2022માં ડેટા જાહેર કર્યો હતો. તે દર્શાવે છે કે 2014 અને 2021 ની વચ્ચે, પોકસો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓની સંખ્યામાં 398.5% નો વધારો થયો છે.  આ સમયગાળા દરમિયાન, રાજ્યમાં કાયદા હેઠળ 14,522 કેસ નોંધાયા હતા;  જો કે, આમાંથી માત્ર 231 કેસો દોષિત ઠેરવવામાં આવ્યા હતા, એટલે કે દોષિત ઠરાવવાનો દર 1.59% હતો.  ગુજરાતને પોકસોના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં અંદાજે 4 વર્ષનો સમય લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.