Abtak Media Google News

સુદાનમાં હજી ગુજરાતના 650 નાગરિકો ફસાયેલા છે: હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

સુદામાં અર્ધ લશ્કરી  દળો અને સૈન્ય  વચ્ચે ચાલી રહેલા  આંતરિક   યુધ્ધના   લીધે સુદાનની પરિસ્થિતિ દિન પ્રતિદિન સતત કથળી રહી છે.ભારત સરકાર દ્વારા  સુદાનમાં ફસાયેલા  દેશ બાંધવોને  હેમખેમ  પરત લાવવા  ઓપરેશન  કાવેરી શરૂ કરાયું છે.જે અંતર્ગત રાજકોટના  39 સહિત ગુજરાતના  56 નાગરિકોને   વતન પરત લાવવામાં આવ્યા છે. હજી  650થી વધુ નાગરીકો સુદાનમાં ફસાયેલા  છે.જેઓને પણ  સહિ સલામત ગુજરાતમાં પરત લાવવા સરકાર કટીબધ્ધ  બની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ સુદાનમાં ફસાયેલા  ગુજરાતના નાગરીકોને ઓપરેશન  કાવેરી અંતર્ગત   વતનમાં પરત લાવવા માટેની  કાર્યવાહી શરૂ  કરવામાં આવી છે. પ્રથમ  તબકકે ગુજરાતના  72 નાગરિકોએ વતન વાપસી માટે અરજી કરી હતી. જે પૈકી   56 લોકોને  સહી સલામત પરત લાવવામાં આવ્યા છે.જેમાં રાજકોટના  39 નાગરીકો,  ગાંધીનગરના 9 નાગરીકો, બનાસકાંઠાના  5 અને આણંદ જિલ્લાના 3 નાગરીકોને  સુદાનથી ગુજરાત લાવવામાં આવ્યા છે. હજી સુદાનમાં  650થી ગુજરાતીઓ સુદાનમાં ફસાયેલા છે જેઓને પરત લાવવામાં આવશે.

સુદાનથી ગુજરાત પરત  ફરેલા તમામ  56 નાગરીકોને એરપોર્ટ પર ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આવકાર્યા હતા. અને  તેઓના હાલચાલ  પૂછયા હતા.  સુદાનથી  પરિસ્થિતિ  વર્ણવતા  ગુજરાતીઓએ  જણાવ્યું હતુ કે, અમારૂ મકાન અને મિલકત છોડી અમે  વતન પરત ફર્યા છીએ ત્યાં હાલ સ્થિતિ  ખૂબજ ખરાબ છે. ઠેર ઠેર  ખૂલ્લેાઅમ ફાયરીંગ થઈ રહ્યા છે. જીવ બચ્યો તે માટે ગુજરાત  સરકારનો  આભાર માનીએ છીએ. આગામી દિવસોમાં ગુજરાતનાં નાગરીકોને પરત લાવવામાં આવશે.

સુદાનથી પરત આવવા માંગતા ભારતીય નાગરિકોની સહાયતા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે 24ડ્ઢ7 રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.  જેના હેલ્પલાઇન નંબર 1) 1800 11 8797 (ટોલ ફ્રી), 2) +91-11-2301 2113, 3) +91-11-2301 4104, 4) +91-11-2301 7905 વોટ્સ એપ નંબર +91 99662 91998 છે. ઈ-મેલ એડ્રસ situationroom mea.gov.in પર સંપર્ક કરી શકાશે. રાજકોટ જિલ્લાના કોઈ નાગરિક સુદાન દેશમાં ફસાયેલા હોય તો તેમના પરિવારજનો સગા-સંબંધી જિલ્લા કલેકટર કચેરી, રાજકોટના કંટ્રોલરૂમ ફોન નંબર 0281-2471573 પર સંપર્ક કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.