Abtak Media Google News

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’નું ખાતમુહૂર્ત કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે  આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રારા  ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય’ અને ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની વિનંતીને માન આપીને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2010માં સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળના મકાનને સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ અને લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.