GST વિભાગનાં 56 સી.ટી.ઓ.ને આસિસ્ટન્ટ કમિશનર તરીકે બઢતી

રાજકોટ વિભાગમાં કુ.રમા માકડીયા, ભરત સુરેલીયા, કિશોર આસોદરીયા, ચંદ્રકાન્ત સીરજા, ધર્મેન્દ્ર પટેલ અને મનીષ મારૂને રાજ્યવેરા અધિકારી તરીકે નિમણુંક

જીએસટી વિભાગનાં 56 સી.ટી.ઓ.ને આસિસ્ટન્ટ કમિશનર તરીકે બઢતી અપાયાના ઓર્ડરો થયાં છે. તેમાં રાજકોટ વિભાગમાં કુ.રમા માકડીયા, ભરત સુરેલીયા,કિશોર આસોદરીયા, ચંદ્રકાન્ત સીરજા, ધર્મેન્દ્ર પટેલ અને મનીષ મારૂને રાજ્યવેરા અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે.રાજ્યનાં નાણા ખાતાએ રાજકોટ સહિત રાજ્ય ભરના સીટીઓ કક્ષાના અધિકારીઓને ક્લાસ-1 અધિકારી તરીકેના પ્રમોશનના ઓર્ડરો કરવામાં આવ્યા છે. કુલ 56 સીટીઓ કક્ષાના અધિકારીઓને આસિસ્ટન્ટ કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે.

આ ઉપરાંત વેરાવળ ખાતે ફરજબજાવતા વિપુલ પ્રજાપતિને વડોદરા ખાતે મુકવામાં આવ્યા છે અને ભુજ ખાતે ફરજ બજાવતા અશોક કુમાર કરંગીયાને ભુજથી રાજકોટ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ વિભાગ-રાજકોટ ખાતે અને જુનાગઢથી જાગૃતિ રામસિંહ ગોહીલને રાજકોટ ખાતે બદલી કરી મુકવામાં આવ્યા છે.વિભાગ 10 ના કુ. અંકિતા ચૈતરીયાને પણ આસ્સિટન્ટ કમિશ્નર તરીકે બઢતી આપવામાં આવી છે અને તેને જામનગર ખાતે મુકવામાં આવ્યા છે ત્યારે રાજકોટ વિભાગ-10 ના ક્રિપાલસિંહ સુખદેવસિંહ ગોહીલને બઢતી આપવામાં આવી છે અને તેઓને અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે.તેમજ રાજકોટ જીએસટી વિભાગના ઘટક-92 ના સ્વાતિ જીતેન ઠકકરને પણ બઢતી અપાઈ છે અને તેઓને અમદાવાદ ખાતે મુકવામાં આવ્યાં છે.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગના ઘટક-88 માં ફરજ બજાવતા જેન્તીભાઈ વિડજાને સુરત ખાતે અને ભાવનગર ફરજ બજાવતાં મહીડા નટવરસિંહ જીવાભાઈને વ્યારા ખાતે તથા ખંભાળીયામાં કાર્યરત આંબલીયા ખીમાભાઈને પોરબંદર અને ભાવનગર ઘટક-75 માં ફરજ બજાવતા હેમાંગિનીબેન ભટ્ટને ભાવનગર ખાતે વિભાગ-9 માં મુકવામાં આવ્યા છે.તેમજ આસોદરિયા કિશોરભાઈને રાજકોટ વર્તુળ-23 માંથી રાજકોટ ઘટક 90 માં અને ચંદ્રકાંતભાઈ સિરજાને રાજકોટ વિભાગ- 10 માંથી રાજકોટની જ કોર્પોરેટ શાખામાં મુકવામાં આવેલ છે.

નવી નિમણુંકોથી જીએસટીની કામગીરી ઝડપી બનશે : કુ.રમાબેન માંકડીયા

રાજ્યવેરા અધિકારી (વર્ગ-2) સંવર્ગના અધિકારીઓને સહાયક રાજ્યવેરા કમિશ્નર વર્ગ – 1 સંવર્ગમાં બઢતી પામી રાજકોટ ખાતે સહાયક રાજ્યવેરા કમિશ્નર, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી (વિભાગ- 2) ખાતે બઢતી પામી નિમણુંક થયેલા કુ.રમાબેન આંબભાઈએ જણાવ્યું હતું કે, રાજ્યવેરા અધિકારીઓની કરાયેલ નવી નિમણુંકોથી રાજકોટ વિભાગમાં હવે જીએસટીને લગતી તમામ કામગીરી ઝડપથી થશે અને પોતાને સોંપાયેલ કામગીરી પુરી કુનેહથી કારશે તેમ તેઓએ અબતકને જણાવ્યું હતું.

વહિવટી કુશળતાની કદર: કિશોર આસોદરીયા

નાયબ રાજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી વર્તુળ-23 રાજકોટ ખાતે રાજ્ય વેરા અધિકારી-1 તરીકે ફરજ બજાવતા કિશોરભાઇ આસોદરીયા ને સહાયક રાજ્ય વેરા કમિશનર , વર્ગ -1 તરીકે પ્રમોશન મળેલ છે. તેઓએ રાજ્ય વેરા અધિકારી તરીકે ગોંડેલ તથા અન્વેષણ વિભાગ-10 માં રાજકોટ ખાતે ચાર વર્ષ સુધી ફરજ બજાવેલ હતી. અને જાન્યુઆરી-2021 થી રાજ્ય વેરા અધિકારી-1 તરીકે નાયબ રાજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી રેન્જ -23 રાજકોટ ખાતે ફરજ બજાવી રહ્યા છે.

તેઓના મિલનસાર સ્વભાવ, વહીવટી કુશળતા તેમજ તાબાની કચેરીઓના અધિકારી / કર્મચારીઓ સાથે પરીવારના સભ્યો હોય તેવો વ્યવહાર સાહબના ઉમદા સ્વભાવનો પરીચય આપે છે. તાબાની કચેરી ખાતેથી કામ લેવાની તેમની વહીવટી કુશળતાના કારણે તેમની સ્ટેટ જી.એસ.ટી. પરીવારમાં ખૂબ જ ચાહના મેળવેલ છે. તેમજ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે પોતાના વિનમ્ર વ્યવહારથી ઘઇઈંઉઈંઊગઝ ઓફીસરની નામના મેળવેલ છે.

ખાતાની ( જી.એસ.ટી.( ની તેમને સોંપેલ કોઇ પણ કામગીરી થી ખાતાના ઉચ્ચ અધિકારીશ્રીઓ / કમિશનરશ્રીઓ ક્યારેય નારાજ થયેલ નથી . અને તેમને સોંપેલ કામગીરી ફરજના ભાગરુપે હંમેશા હસતા-હસતા કોઇ પણ જાતના ટેન્શન વિના કામગીરી દિપી ઉઠે તેવા પ્રયત્નો કરવા હંમેશા તત્પર હોય છે.