Abtak Media Google News

રાજકોટની પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં હાલ કુલ 227 જગ્યા ખાલી છે. વર્ગ 1થી 3ની આ જગ્યામાં વર્ગ-1ની 80, વર્ગ-2ની 40 અને વર્ગ-3ની 107 જગ્યા ખાલી હોવાનું આરોગ્યમંત્રીએ કાેંગ્રેસના લલિત વસોયાના પુછેલા પ્રñમાં જણાવ્યું હતું.

જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં વર્ગ એકથી વર્ગ-3ની 172 જગ્યાઆે ખાલી છે. વર્ગ-1ની 49, વર્ગ-2ની 60 અને વર્ગ-3ની 63 જગ્યા ખાલી છે તેમ આરોગ્ય મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે.

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં વર્ગ 1થી 3માં કુલ 114 ખાલી છે. વર્ગ-1થી 48, વર્ગ-2ની 12, વર્ગ-3ની 54 જગ્યા ખાલી પડી છે. સી.જે.ચાવડાના પ્રñમાં નાયબ મુખ્યમંત્રીએ લેખીતમાં જવાબ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.