Abtak Media Google News

પ૭ વર્ષના પ્રોઢે ૮ લગ્નો દ્વારા રૂ.૪.૫ કરોડની કમાણી કરી

ટ્રક ટ્રાન્સપોર્ટનો ધંધો સારો ન ચાલતા તામિલનાડુના ૫૭ વર્ષના પુરૂશોથમને લગ્ને વ્યવસાય બનાવી લીધો. અને આઠ વર્ષમાં અનેક પત્નિઓ બનાવી રૂ ૪.૫ કરોડની કમાણી કરી હતી. પરંતુ પાપનો ધડો ભરાતા તેનું સત્ય સામે આવી ગયું, ચેન્નઇની ૪૫ વર્ષની ઇન્દીરા ગાંધી જણાવે છે. કે તે પુરૂશોથમનના પ્રેમમાં પડી ત્યારે તેણે મને પોતાની સંપતિ વહેંચી તેની સાથે રહેવાની સલાહ આપી તો ઇન્દીરાએ મકાન વહેંચીને મેળવેલા રૂ ૧.૫ કરોડ લઇ પુરૂશોથમન સાથે લગ્નજીવનની શરુઆત કરી.

Advertisement

બાદ પુરૂશોથમને તેમને છોડી દીધી અને પૈસા લઇ ઉડન છૂ થઇ ગયો અને તેણે પોલીસ ફરીયાદ નોંધાવી પુરૂશોથમન આ પૂર્વ ત્રણ મહીલાઓને લગ્ન સંબંધથી આવી જ રીતે છેતરી ચૂકયો છે. અને ત્રણ મહિલાઓએ પણ ફરીયાદ નોંધાવી હતી કે પુરૂશોથમન તેના કુલ ૪.૫ કરોડ લઇને તેમને છેતરીને તેમની જીંદગીથી ચાલ્યો ગયો.

આ રીતે તે મહીલાઓ સાથે લગ્ન કરી તેના પૈસા પડાવી લઇ ફરાર થઇ જતો હકિકતમાં કોર્નમેન પુરૂશોથમન એક મેટ્રીમોની એજન્સી સાથે જોડાયેલો હતો ત્યાંથી તેને અમીર ડિવોર્સી મહિલાઓ વિશે માહિતી મળતી અને તે મેટ્રીમોની સંસ્થાને તેની કિંમત પણ ચુકવતો હતો.

ગાંધીપુરમના પુરૂશોથમને તેના ટ્રક ટ્રાન્સપોર્ટનો ધંધો, તેની માતા અને પુત્રીને છોડી દીધા હતા તો તેની કાયદેસર પત્ની થોડા વર્ષ પહેલા જ મૃત્યુ પામી હતી. તેણે શબીથા, ઉર્શાણી, વિમલા, ઇન્દીરા ગાંધી, ચિત્રા, કુમુદવલ્લી અને શુશીલા એમ આઠ મહીલાઓને આઠ વર્ષમાં છેતરી હતી. તો કુલ તેણે ૧૮ મહીલાઓને તેનો શિકાર બનાવ્યો છે. તેણે તેના અમુક લગ્નોની નોંધણી પણ કરાવી હતી અને તે માત્ર હાઇ પ્રોફાઇલ મહિલાઓને જ પોતાનો ટાર્ગેટ બનાવતો પોલીસ તેને શોધવાની કોશિષ કરી રહીછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.