Abtak Media Google News

અબતક, નવી દિલ્હી :

Advertisement

તામિલનાડુના કુન્નુરમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સેનાના ત્રણેય પાંખના વડા જનરલ બિપિન રાવત સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં સીડીએસ બીપિન રાવત સુરક્ષિત છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આ અકસ્માત તમિલનાડુના કોઈમ્બતુર અને સુલુર વચ્ચે થયો હતો. શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બચાવ કાર્ય સતત ચાલુ છે.  જેમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવત સહિત સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સવાર હતા.  એવી માહિતી પણ બહાર આવી રહી હતી કે રાવતના પત્ની પણ તેમાં સવાર હતા. આ તમામ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ અકસ્માત બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે.

ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું કે ‘ભારતીય વાયુસેનાનું એમઆઈ-17વી5 હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂર પાસે ક્રેશ થયું, જેમાં સીડીએસ જનરલ બિપિન રાવત સવાર હતા.  અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત, તેમની પત્ની મધુલિકા, બ્રિગેડિયર લિડર, હરજિન્દર સિંહ (લેફ્ટનન્ટ કર્નલ), એનકે ગુરસેવક સિંહ (પીએસઓ), એનકે જિતેન્દ્ર કુમાર (પીએસઓ), એલએનકે વિવેક કુમાર, એલએનકે બી સાઈ તેજા, હવાલદાર સતપાલ દિલ્હીથી સુલુર આવ્યા હતા.
બીપીન રાવત સલામત છે કે શું ? દેશભરમાં ભારે સસ્પેન્સ, બીપીન રાવતની પત્નીના મોતની જાહેરાત 

જ્યાં અકસ્માત થયો તે વિસ્તાર ખૂબ જ ગીચ છે. ચારે બાજુ વૃક્ષો છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે ચારેબાજુ આગની જ્વાળાઓ ફેલાઈ હતી. પોલીસની સાથે આર્મી અને એરફોર્સના જવાનો બચાવ માટે પહોંચી ગયા હતા. આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં બીપીન રાવતના પત્નીનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે બિપિન રાવત વાયુસેનાના આઇવીએફ એમઆઈ-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા.  આ હેલિકોપ્ટર અત્યંત આધુનિક છે. તેમાં ટ્વીટ એન્જિન છે.  ભારતમાં તેનો ઉપયોગ વીવીઆઈપી કામગીરી માટે થાય છે.ભારતે આ હેલિકોપ્ટર રશિયા પાસેથી ખરીદ્યું છે.

જનરલ બીપીન રાવત ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
ભારત સરકારે વર્ષ 2019માં પ્રથમ વાર ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ એટલે કે સીડીએસની નિમણૂક કરી હતી. સીડીએસના ટૂંકા નામે ઓળખાતા આ હોદ્દા પર નિવૃત્ત થઈ રહેલા લશ્કરી વડા જનરલ બિપીન રાવતની નિમણૂક થઈ હતી. ઘણા સમયથી સીડીએસના નામની ચર્ચા ચાલી રહી હતી. સીડીએસની નિમણૂક એ આઝાદ ભારતના સંરક્ષણ ઇતિહાસનો સૌથી મોટો સુધારો ગણાય છે. સીડીએસએ લશ્કરી કરતાં વધારે વ્યુહાત્મક હોદ્દો છે. સીડીએસનું કામ ત્રણેય સેના અને સરકાર વચ્ચે સંકલન સાધવાનું છે. યુદ્ધ જેવી સ્થિતિમાં આ પોસ્ટ મહત્ત્વની સાહિત થાય છે. માટે જ કારગીલ યુદ્ધ પછી રચાયેલી સમિતિએ દેશમાં સીડીએસની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું. કારગીલના 20 વર્ષ પછી સરકારે એ સૂચન સ્વીકાર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.