Abtak Media Google News

સુકવળા,રાયપર,અને સુખપર ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી

બાબરા તાલુકાના ઉટવડ થી ખંભાળા સુધીનો પંદર કિલોમીટરનો માર્ગ રૂપિયા છ કરોડના ખર્ચે બનાવવામાં આવશે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરની સફળ રજુવાત ના કારણે માર્ગની મંજૂરી મળતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ખાત મુરત કરી કામ શરૂ કરાવતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતીબાબરાના સ્ટેટ હાઇવે રોડપર આવેલ ઉટવડ ગામ થી ખંભાળાના સ્ટેટ હાઇવે રોડ સુધીનો આ માર્ગ પેવર ડામર બનાવવામાં આવશે.
Img 20190309 Wa0080
અહીં પંદર કિલોમીટરના માર્ગમાં બે કરોડ થી વધુ રકમના ત્રણ મોટા બ્રિજ,તેમજ કોઝવે અને પુલિયા પણ બનાવવામાં આવશે બાબરા તાલુકામાં ઉટવડ થી ખંભાળા માર્ગ ને જોડતો આ પંદર કિલોમીટરના માર્ગમાં રાયપર,સુકવળા,અને સુખપર ગામા ના લોકોએ કાયમી રાહતની લાગણી અનુભવી હતી.
Img 20190309 Wa0082
રોડનું ખાત મુરત પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા જણાવ્યું હતુંકે આગામી પાંચ વર્ષમાં લાઠી વિધાનસભા વિસ્તારમાં આવતા એકપણ ગામ રોડ રસ્તાઓ થી વંચિત નહિ રહે  આ તકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠૂંમર,તાલુકા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,સભ્ય કુલદીપભાઈ બસિયા,સહિતના ગ્રામપંચાયતના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.