Abtak Media Google News

નીરવ મોદી અને વિજય માલ્યા જેવા વ્યકિત બેન્કનું ચકેડુ ફેરવીને ફરાર થયા હતા પરંતુ આજથી ૬ વર્ષ પહેલા રૂ.૧૪૦૦ કરોડનું ફુલેકુ ફેરવાયું ત્યારે બેંકો ઉંઘતી હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારના રોજ ૬ વર્ષ પહેલા બેંકનું ચકેડુ ફેરવનાર આંધ્રપ્રદેશના વેપારી સલાલીથ તોતેમ્પુડી અને તેની પત્ની કવિતા તોતેમ્પુડીની શુક્રવારે પોલીસે ધરપકડ કરી છે. વેપારી રાજયના વરિષ્ઠ રાજનેતાના નિજી હોવાનું પણ સામે આવ્યું હતું.

Advertisement

પતિ-પત્નિ બન્ને બેંકો તેમજ આવક વેરા વિભાગની નોટીસોથી નાસવામાં સફળ રહ્યા હતા. આ બન્નેની કોઈપણ માહિતી આપનાર પર ૨૦૧૫માં ‚ રૂ.૧૫ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ૨૦૧૨માં યુનિયન બેંકોના ૪૦૦ કરોડ ફેરવ્યા બાદ તે અંડરગ્રાઉન્ડ થઈ સતત પોતાનું ઓળખ બદલાવ્યા વિના એડ્રેસ બદલાવતા રહ્યા. તેમણે પોતાની કંપની તોટેમ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના નોમ ક્રેડિટની સુવિધા આપનાર ૮ બેંકો સાથે છેતરણી કરી હતી અને ચુકવણી સમયે હંમેશા ગફલત કરી રફુચકકર થઈ પૈસાને એફ બેંકના ખાતામાં ઠલવતા રહ્યા.

સીબીઆઈના અધિકારીઓ આશ્ર્ચર્ય પામ્યા હતા કે ૨૦૧૨ થીજ જાણ થઈ ગઈ હતી કે કોઈ બેંકોના પૈસા સાથે છેતરણી કરી રહ્યા છે અને આરબીઆઈ અને યુબીઆઈ ૬ વર્ષથી ઉંઘી રહી છે ? યુબીઆઈને રૂ ૩૧૩.૮૪ કરોડ બાકી રકમ મેળવવાની છે ત્યારે એસબીઆઈને રૂ.૩૫૭.૬૪ કરોડ લેવાના થાય છે તો ખબર હોવા છતાં બેંકો પગલા કેમ નથી લઈ રહી ?

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.