Abtak Media Google News

ગાંધીનગરમાં ઉર્જામંત્રી સાથે જીબીઆના હોદેદારોની બેઠક મળી: ઘટતું કરવા જીયુવીએનએલને સુચના

ગાંધીનગર ખાતે ઉર્જામંત્રી સાથે જીબીઆનાં હોદેદારોની બેઠક મળી હતી. જેમાં ઉર્જામંત્રીએ ઈજનેરોના પડતર પ્રશ્ર્નોને લઈને યોગ્ય કરવાની ખાત્રીઆપી હકારાત્મક વલણ દાખવતા જીબીઆ દ્વારા આંદોલનને મોકુફ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

ગઈકાલે જીઈબી એન્જીનીયર્સ એસો.ના હોદેદારોની ગાંધીનગર ખાતે ઉર્જામંત્રી સૌરભ પટેલ સાથે બેઠક યોજાઈ હતી. જીબીઆનાં હોદેદારોએ બેઠકમાં ઈજનેરોનાં તમામ પ્રશ્ર્નોની વિગતવાર રજૂઆત કરી હતી. ત્યારે સૌરભ પટેલે તમામ પ્રશ્ર્નોની વિગતવાર રજૂઆત કરી હતી ત્યારે સૌરભ પટેલે તમામ પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. વધુમાં ઉર્જામંત્રી સૌરભ પટેલે ઈજનેરોનાં તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા અંગે જીયુવીએનએલ વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી છે. જીયુવીએનએલ વહીવટી તંત્ર પગાર સુધારણા અંગેની મીટીંગો ચાલુ કરી ઈજનેરોનાં પડતર પ્રશ્ર્નોનો નિકાલ કરશે.

બેઠકમાં ઉર્જામંત્રી સૌરભ પટેલે ઈજનેરોનાં પ્રશ્ર્નને ગંભીરતાથી લઈને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. અને ઈજનેરોનાં પ્રશ્ર્નો સામે હકારાત્મક વલણ દર્શાવ્યું હતુ જેથી જીબીઆ દ્વારા શરૂ કરાયેલા આંદોલનને મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આગામી ૨૬મીથી ઈજનેરો અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાનાં હતા. ઈજનેરોની હડતાલથી વીજતંત્રને લાઈન સ્ટાફને હવાલે રહેવાનું હતુ ત્યારે મુખ્યમંત્રીએ મધ્યસ્થી કરી ઉર્જામંત્રી સાથે જીબીઆની તાકીદે બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો.

જીબીઆનાં સેક્રેટરી જનરલ બીપીનભાઈ શાહે જણાવ્યું હતુ કે પડતર પ્રશ્ર્નોને લઈને જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન હડતાલનો કાર્યક્રમ આપવા જઈ રહ્યું હતુ જયારે સરકાર તરફથી યોગ્ય નિરાકરણ લાવવા માટે ઉર્જામંત્રી સાથે જીબીઆની બેઠક બોલાવવામાં આવી હતી. ગઈકાલે જીબીઆનાં હોદેદારોએ ઉર્જામંત્રીને ઈજનેરોના પ્રશ્ર્નોની વિસ્તૃત રજૂઆત કરી ચર્ચા વિચારણા કરી હતી. ઉર્જામંત્રીએ યોગ્ય કરવાની ખાત્રી આપી જીયુવીએનએલ વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી. ઉર્જામંત્રીના હકારાત્મક વલણનાં કારણે જીબીઆનું આંદોલન મોકુફ રાખવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.