Abtak Media Google News

60 લાખ ટન કોલસો જે નાના ઉદ્યોગોને મળવો જોઈતો હતો, તે 14 વર્ષ સુધી રાજ્ય બહારના અન્ય ઉદ્યોગોને અનેક ગણા દરે આપી કૌભાંડ આચરવામાં આવ્યું: કોંગ્રેસ

અબતક, ગાંધીનગર

કોંગ્રેસે ગુજરાત સરકાર પર રૂ. 6,000 કરોડના કોલસા કૌભાંડનો આરોપ મૂક્યો છે. અને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ સમયબદ્ધ તપાસ થવી જોઈએ. વિરોધ પક્ષે એમ પણ કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી, સીબીઆઈ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ કેસ નોંધવો જોઈએ. આ આરોપ પર ભાજપ કે ગુજરાત સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.આ મુદાને ટાંકીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ  કર્યું, ’60 લાખ ટન કોલસો “ગુમ”! આ કોલસા કૌભાંડ પર વડાપ્રધાન ’મિત્ર’ કંઈ કહેશે?’ પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે જણાવ્યું હતું કે, નાના ઉદ્યોગોને પોસાય તેવા દરે સારી ગુણવત્તાનો કોલસો આપવાની નીતિ યુપીએ સરકાર દ્વારા 2007માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે, કોલ ઈન્ડિયાની ખાણોમાંથી કોલસો સીધો તેમની પાસે પહોંચશે અને તેમણે નાના ઉદ્યોગોને કોલસો પૂરો પાડવો જોઈએ, પરંતુ ગુજરાત સરકારે આ કામ પોતે કરવાને બદલે કેટલીક એજન્સીઓને આપી દીધું હતું.

    સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ સમયબદ્ધ તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

તેમણે આક્ષેપ કર્યો હતો કે, 60 લાખ ટન કોલસો જે નાના ઉદ્યોગોને મળવો જોઈતો હતો, તે રાજ્ય બહારના અન્ય ઉદ્યોગોને અનેક ગણા દરે આપવામાં આવ્યો હતો. તેની કિંમત 6000 કરોડ રૂપિયા છે. આ 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. એવો દાવો કરાયો છે કે, ગુજરાતના ઉદ્યોગ વિભાગે છેલ્લા 14 વર્ષમાં આ એજન્સીઓને બદલી નથી. જ્યારે અન્ય રાજ્યોમાં ઉદ્યોગ વિભાગ પોતે આ કામ કરી રહ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનની સાથે-સાથે રાજ્યના ઉદ્યોગપ્રધાન પણ હતા. આ પછી વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાનની સાથે ઉદ્યોગપ્રધાન પણ હતાતેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ આ મામલે સમયબદ્ધ તપાસ થવી જોઈએ અને 2007થી લઈને અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે સીબીઆઈ, ઈડી અને અન્ય એજન્સીઓએ આ મામલે કેસ નોંધવો જોઈએ.

કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે પત્રકારોને જણાવ્યું હતું કે, નાના ઉદ્યોગોને વાજબી દરે સારી ગુણવત્તાનો કોલસો આપવાની નીતિ યુપીએ સરકાર દ્વારા 2007માં શરૂ કરવામાં આવી હતી.  આ અંતર્ગત રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે કોલ ઈન્ડિયાની ખાણોમાંથી કોલસો સીધો તેમની પાસે પહોંચશે અને તેમણે નાના ઉદ્યોગોને કોલસો પૂરો પાડવો જોઈએ.  પરંતુ ગુજરાત સરકારે આ કામ જાતે કરવાને બદલે કેટલીક એજન્સીઓને આપી દીધું. તેમણે આરોપ લગાવ્યો, “60 લાખ ટન કોલસો જે નાના ઉદ્યોગોને મળવો જોઈતો હતો તે રાજ્યની બહારના અન્ય ઉદ્યોગોને અનેક ગણા દરે આપવામાં આવ્યો હતો.  તેની કિંમત 6000 કરોડ રૂપિયા છે.  આ રૂ. 6,000 કરોડનું કૌભાંડ છે.” તેમણે કહ્યું, “આ કેસમાં સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ સમયબદ્ધ તપાસ થવી જોઈએ અને 2007 થી તમામ મુખ્યમંત્રીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.” કેસ નોંધવો જોઈએ.

લાભાર્થીઓને બદલે ખુલ્લા બજારમાં કોલસો વેચી અબજોની કમાણી!!

એજન્સીઓ દર વર્ષે ગુજરાતના લાભાર્થી ઉદ્યોગોના નામથી કોલસાનો જથ્થો કોલ ઈન્ડિયા પાસેથી ખરીદે તો છે, પરંતુ એને લાભાર્થીઓને આપવાને બદલે ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી અબજો રૂપિયાની કમાણી ઓહિયા કરી ગયા છે. આ ખેલ માટે આ એજન્સીઓએ નકલી બિલ બનાવી ઈન્કમટેક્સ, સેલ્સટેક્સ અને જીએસટીમાં પણ ચોરી કરાઈ હોવાની સંભાવના આક્ષેપોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

જે એજન્સી સાથે સરકારી ચોપડે નામ દર્શાવાયા, તે એજન્સી ડમી !!

ડમી નામથી ચાલતી અથવા જેનું અસ્તિત્વ જ નથી એવી એજન્સીઓ અને ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ-પદાધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ ચલાવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. એજન્સીના નામ કાઠિયાવાડ કોલ કોક ક્ધઝ્યુમર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન (અમદાવાદ), ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસિયેશન (અમદાવાદ), સૌરાષ્ટ્ર બ્રિક્વેટિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (અમદાવાદ), સાઉથ ગુજરાત ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ (્વાપી) હોવાનું સામે આવ્યું છે. વધુમાં એવા આક્ષેપ થયા છે. આમાંની અમુક એજન્સી ડમી છે. તો અમુકને કોલસો મળ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.