Abtak Media Google News
અંધશ્રદ્ધાના આંધળા વિશ્ર્વાસનો કરૂણ અંજામ
સોશ્યલ મીડિયામાં સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી યુવતીએ આપવીતી વર્ણવી
ઝેરી દવા પી યુવતી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી: સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ
ભુવાએ શારીરિક સંબંધ બાંધી ગર્ભ રાખી દીધાનો પણ આક્ષેપ

અબતક, રાજકોટ

જૂનાગઢની એક યુવતી ભૂવાના પરિચયમાં આવતા જ ભૂવાએ નજર બગાડી અને સતત 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યા બાદ મને તરછોડી,અમદાવાદ ચાલ્યો ગયો છે. મારી પાસે મરવા સિવાય કોઈ આરો નથી’ આ શબ્દો છે જૂનાગઢની એ યુવતીના જે રાજકોટમાં ઝેરી દવા પી ને મહિલા પોલીસ મથકે પહોચી હતી અને પોલીસ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવી હતી. યુવતીએ ઝેરી દવા ગટગટાવ્યા  પહેલા એક સુસાઈડ નોટ પણ સોશીયલ મીડિયામાં વાયરલ કરતા સૂરજ ભૂવાજીએ ગર્ભ રાખી દીધો હોવા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જૂનાગઢની યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ઝેરી દવા પીધા પહેલા યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે. જેમાં સુરજે ગર્ભ રાખી દીધાનો પણ ઉલ્લેખ કર્યો છે.

Screenshot 2022 02 23 21 19 03 00

પીડિતાએ સોશિયલ મીડિયામાં સ્યુસાઈડ નોટ લખતા ઉમેર્યું કે આશરે દસે’ક મહિના પહેલા સૂરજ લાખા સોલંકી પાસે કેટલાક અંગત પ્રશ્નો અને મૂંઝવણને લઈને જોવરાવવા ગઈ હતી. આવખતે જ મારે સુરજ સાથે પરિચય થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. મને અંધારામાં રાખીને સતત 10 જેટલા મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું. દરમિયાન મને ગર્ભ પણ રહી ગયો હતો. આ ખબર પડતા જ મને દવા આપી દીધી. અને છેલ્લા એક મહિનાથી મને છોડીને અન્યત્ર ચાલ્યો ગયો છે.

હવે મારી પાસે મોત સિવાય કોઈ વિકલ્પ નથી: સોશિયલ મીડિયામાં સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી યુવતીનો આપઘાતનો પ્રયાસ

સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.

દાણા જોવડાવા જતા ભુવા સાથે થયો હતો સંપર્ક

યુવતીએ સોશિયલ મીડિયામાં પોતે લખેલી સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.