Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘ મહેર થઇ. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ પડતા ખેતરોનું ધોવાણ થયું છે. તેમજ ખેતરોના પાળા તૂટતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે.

Advertisement

આ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેમ મુશળધાર વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા આવેલા પૂરહોનારતની યાદે ફરી તાજી થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.