Abtak Media Google News

ટોકીયો પહોંચેલા વડાપ્ર્રધાન મોદીનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત: જાપાનના વડાપ્રધાન સાથે ફળદાયી દ્રિપક્ષીય ચર્ચા કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે જી-૨૦ શિખર  સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોચ્યા છે. જેમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્ર્વ મંચ પર અતિ મહત્વની ગણાતી આ બહુપક્ષીય બેઠક દરમ્યાન વડાપ્રધાન મોદી અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ પુતિન, જાપાન વડાપ્રધાન આંબે સાથે અનેક મુદ્દે ચર્ચાઓ કરનારા છે જેથી વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારત માટે અનેક રીતે મહત્વપૂર્ણ છે. જયારે એનર્જી ટ્રેડવોર, હથિયાર સહીતના પ્રશ્ર્નો ભારત માટે તલવારની ધાર સમાન પુરવાર થનારા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચી ગયા છે. અહીં તેઓ મહત્વની બહુપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. શરૂઆતમાં મોદીમાં જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી છઠ્ઠી વખત જી-૨૦ની સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે ૨૮-૨૯ જૂને જાપાનના ઓસાકામાં આ સમિટ યોજાઇ રહી છે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કર્યું છે કે, વહેલી સવારે વડાપ્રધાન મોદી ઓસાકા પહોંચી ગયો છું. આગામી બે દિવસોમાં ટોચના નેતાઓ સાથે દ્વીપક્ષીય અને બહુપક્ષીય બેઠક કરવામાં આવશે. આ દરમિયાન વૈશ્વિક મહત્વના ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. નેતાઓની સામે વૈશ્વિક સમસ્યાઓ વિશે ભારતનો દ્રષ્ટીકોણ રજૂ કરવામાં આવશે.

જાપાન રવાના થતા પહેલાં મોદીએ કહ્યું કે, મહિલા સશક્તિકરણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, આતંકવાદ, જળવાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાના સમાધાન માટે આ બેઠક ખૂબ મહત્વની રહેશે. તેમણે કહ્યું કે, બેઠકમાં છેલ્લા ૫ વર્ષમાં ભારતમાં થયેલા વિકાસના અનુભવને પણ રજૂ કરવામાં આવશે. ભારતના લોકોએ શાનદાર જનાદેશ આપ્યો છે. ભારત ૨૦૨૨માં જી-૨૦ શિખર સંમેલનમાં યજમાન દેશ બનનારો છે. આ સંજોગોમાં ઓસાકા શિખર સંમેલન ભારત દેશ માટે મહત્વની બેઠક માનવામાં આવે છે. ૨૦૨૨માં આપણે આપણી આઝાદીની ૭૫મી વર્ષગાંઠ પણ ઉજવીશું.

સમિટ સિવાય મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણાં ટોચના નેતાઓને મળશે. મોદી જી-૨૦ સમિટ દરમિયાન રશિયા, ભારત અને ચીનના નેતાઓ સાથે બેઠક પણ કરશે. તે સાથે જ (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના બ્રિક્સ દેશો અને જાપાન, અમેરિકા સાથે પણ ચર્ચા કરશે.

દેશમાં બીજી વખત મોદી સરકાર બહુમતિ સાથે સત્તારુઢ થયા બાદ વિશ્ર્વભરમાં ભારત એક શકિતશાળી દેશ તરીકે ઉ૫સી આવ્યું છે. ત્યારે ભારતની જી-ર૦ સમિટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા અમેરીકા, રશિયા, જાપાન સહીતના તમામ દેશો માની રહ્યા છે. અમેરિકાઓ પણ ઇરાન  સાથેના તેમના તંગ બનેલા સંબંધો દરમ્યાન તેના સભ્ય સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પીનોને ભારતની મુલાકાતે મોકલીને ઇરાનની અવેજીમાં ભારતને અમેરિકા અને વેનેઝુબેલામાંથી પેટ્રોલીયમ પેદાશોનો પુરતો જથ્થો આપવાની તૈયારી દર્શાવી હતી. પોમ્પીઓએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાની ભારત સાથે તમામ ક્ષેત્રે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવાની તૈયારી દર્શાવી હતી.

પરંતુ અમેરિકા સાથે વધારે મિત્રતા પૂર્ણ વ્યવહારો ભારતને  તેના દાયકાઓ જુના મિત્ર રશિયાથી દુર કરે તેવી સંભાવના હોય વડાપ્રધાન મોદી આ સમિટ દરમ્યાન રશિયાના પ્રમુખ બવાદીમીર પુનીન સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને વિવિધ મુદ્દે ચર્ચા કરનાર છે. ઉપરાત મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ બેઠક યોજનારા છે. જેમાં ખાસ કરીને ઇરાન સાથે અમેરિકાના તંગ વાતાવરણને લઇને ભારતને પેટ્રોલીયમ પેદાશો પુરી પાડવા ઉપરાંત ટ્રેડવોર, હથિયાર વગેરે મુદ્દાઓ પર ચર્ચા થનારી છે. અમેરિકા, રશિયા, એકબીજાના પરંપરાગત દુશ્મન મનાતા હોય આ મુદાઓ બન્ને દેશો સાથે સુમેળવામાં સંબંધો જાળવી રાખવા ભારત અને મોદી સરકાર માટે તલવારની ધાર પર ચાલવા સમાન પુરવાર થનારા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.