Abtak Media Google News

૮૪.૪૭ ટકા સાથે રાજકોટ જિલ્લો સમગ્ર રાજયમાં મોખરે: ૨૯.૮૧ ટકા સાથે છોટા ઉદેપુરનું સૌથી કંગાળ પરિણામ

૨૧૪ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા : આ વર્ષે પણ  ૯૧.૬૦ ટકા સાથે ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં ચેરમેન એ.જે.શાહે પરીણામ જાહેર કર્યું

એ ગ્રુપનું પરિણામ ૭૮.૯૨ ટકા, બી ગ્રુપનું પરિણામ ૬૭.૨૬ ટકા: ૨૫૪ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ, ૩૬૯૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-ટુ ગ્રેડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષ ૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું શિક્ષણ બોર્ડ દ્વારા સતાવાર ૭૧.૯૦ ટકા પરીણામ જાહેર કરાયું છે. જેમાં સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લો ૮૪.૪૭ ટકા સાથે અવ્વલ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે. આ વખતે ૧૦૦ ટકા પરીણામ ધરાવતી શાળાની સંખ્યા ૩૫ તેમજ ૨૧૪ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા છે. એ ગ્રુપનું પરીણામ ૭૮.૯૨ ટકા જયારે બી ગ્રુપનું પરીણામ ૬૭.૨૬ ટકા આવ્યું છે. ૨૫૪ જેટલા વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે ત્યારે ૩૬૯૦ જેટલા વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષાનાં પરીણામની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે પરીણામ આજે જાહેર થયું છે. જેમાં રાજયનું ૭૧.૯૦ ટકા પરીણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ૮૪.૪૭ ટકા પરીણામ જાહેર થયું છે. ગયા વર્ષની સરખામણીએ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ૧ ટકો ઘટયું છે. છેલ્લાં ૬ વર્ષમાં આ વર્ષે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું સૌથી નીચું પરીણામ જોવા મળ્યું છે.Dsc 9277

માર્ચ-૨૦૧૯ વિજ્ઞાન પ્રવાહનાં જાહેર થયેલ પરીણામમાં આ વર્ષે કુલ ૧૩૯ કેન્દ્રોમાં ૧.૪૭ લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૧.૪૬ લાખ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિયમિત વિદ્યાર્થીઓ ૧.૨૪ લાખ જેટલા નોંધાયા હતા તે પૈકી ૧.૨૩ લાખ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ૮૯,૦૬૦ પરીક્ષાર્થીઓ ઉર્તિણ થયા હતા. વિદ્યાર્થીઓનું પરીણામ ૭૧.૮૩ ટકા આવ્યું છે જયારે વિદ્યાર્થિનીઓનું પરીણામ ૭૨.૭૧ ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમનું ૭૧.૦૯ ટકા પરીણામ તેમજ અંગ્રેજી માધ્યમનું ૭૫.૧૩ ટકા પરીણામ આવ્યું છે.

મહત્વનું છે કે, સમગ્ર રાજયભરમાં રાજકોટ જિલ્લો ૮૪.૪૭ ટકા પરીણામ સાથે પ્રથમ ક્રમે આવ્યો છે જયારે છોટા ઉદેપુર જિલ્લાનું ૨૯.૮૧ ટકા પરીણામ સાથે સૌથી નીચું પરીણામ આવ્યું છે. રાજયભરમાં જામનગરનું ધ્રોલ કેન્દ્ર ૯૧.૦૭ ટકા સાથે પ્રથમ આવ્યું છે અને બોડેલી કેન્દ્ર ૨૭.૧૯ ટકા સાથે છેલ્લા ક્રમે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૭૮૯૯ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જાણવા મળ્યું છે.Dsc 9276

આજે સવારે ૯:૦૦ કલાકે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં પરીણામની સતાવાર જાહેરાત કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. રાજકોટમાં કુલ ૯૮૩૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૯૩૫૧ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને પરીક્ષા આપી હતી. જેમાં ૨૦ વિદ્યાર્થીઓ એ-વન અને ૪૪૩ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે. ૧૧૮૭ વિદ્યાર્થીઓએ ગ્રેડ, ૧૭૯૭ વિદ્યાર્થીઓએ ગ્રેડ, ૨૧૪૫ વિદ્યાર્થીઓએ ગ્રેડ, ૧૯૮૪ વિદ્યાર્થીઓએ ગ્રેડ, ૩૨૨ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ અને ૧ વિદ્યાર્થીઓએ ઈ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

આજે જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયું ત્યારે રાજકોટનાં મુખ્ય માર્ગો પર શાળાનાં વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા બદલ વાજતે-ગાજતે રાસની રમઝટ બોલાવી હતી. રાજકોટનાં રાજમાર્ગો પર જાણે ઉત્સવનો માહોલ છવાયો હોય તેમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ઝળહળતાં પરીણામ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

ગેરરીતિનાં કેસની સંખ્યા વધી

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં પરીણામમાં ગેરરીતિ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. માર્ચ-૨૦૧૮ની વાત કરીએ તો ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા ત્યારે આ વર્ષે તે આંકડો વધીને ૩૬૫ પહોંચ્યો છે.

૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૩૫

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજે સવારે ૯:૦૦ વાગ્યે પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૧૦૦ ટકા પરીણામ ધરાવતી શાળાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે ૧૦૦ ટકા પરીણામ ધરાવતી શાખાની સંખ્યા ૪૨ હતી જયારે આ વર્ષે જે ઘટીને ૩૫ જેટલી થઈ ગઈ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ૮ શાળાઓ ૧૦૦ ટકા પરીણામ મેળવવામાં નિષ્ફળ ગઈ છે. આ વખતે માત્ર ૩૫ શાળાઓએ જ ૧૦૦ ટકા પરીણામ મેળવ્યું છે.

૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૪૯

માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૧૦ ટકાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૪૯ નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછું પરીણામ મેળવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૨૬ શાળાઓનું ૧૦ ટકાથી ઓછું પરીણામ આવ્યું હતું ત્યારે ચાલુ વર્ષે ૨૦૧૯માં તે આંકડો વધીને ૪૯ જેટલો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૦ ટકાથી ઓછું પરીણામ મેળવતી શાળાની સંખ્યા ૨૬ થી વધીને ૪૯ પહોંચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.