Abtak Media Google News
  • ભર ઉનાળે ટેન્કર મારફતે પાણી પહોચાડાવાની રેલવેની કસરત: કવાર્ટર ધારકોને ભારે હાલાકી
  • રેલવેએ કોર્પોરેશનને વોટર સર્વિસના ર0 લાખથી વધુ ચુકવ્યા હોવા છતાં પુન: જોડાણ નહી કરાતા રેલવે કર્મીઓમાં રોષ

એવી કહેવત છે કે  બે આખલા વચ્ચેની લડાઇમાં વૃક્ષોનો ખો બોલી જાય.  એવો ઘાટ હાલમાં રેલવે કર્મચારીઓનો થયો છે. બાકી ટેકસ મામલે કોર્પોરેશન રેલવે તંત્ર પાસે 32.67 કરોડથી ઉઘરાણી કરતાં, રેલવે કોલોનીમાં નળ જોડાણો કાપી નાખતા રેલવેના 715 કર્વાટરમાં રહેતા બે હજારથી વધુ કર્મીઓ – પરિવારજનોને ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાની પરેશાન થઇ રહ્યાં છે.

કોર્પોરેશનએ રેલવે કોઠી કંપાઉન્ડના 412 અને લોકો કોલોનીના 303 મળી એમ કુલ 715 કવાર્ટરનાં ગત ર4મી માર્ચે પાણીનું સપ્લાય કનેકશન કટ કરી નાખ્યું હતું. તેથી ભરઉનાળે રેલવેના કર્મચારીઓને ટેન્કરનું પાણી પીવાનો વારો આવ્યો છે. જો કે પાણીના ટેન્કરનો દરરોજનો હજારો રૂપિયાનો ખર્ચ રેલવે તંત્ર ભોગવી રહ્યું છે. રેલવે તંત્ર ટેન્કર મારફત પાણીની ખરીદી કરી રહ્યું છે. રેલવેના સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ ગત ર4મીએ કોર્પોરેશન નળ જોડાણ કાપી નાખ્યા બાદ રેલવે એ રૂ. 20.76 લાખની તો રકમ ભરી દીધી હોવા છતાં કોર્પોરેશનને પુન: નળ જોડાણ આપ્પું નથી. પરિણામે 10 દિવસથી કવાર્ટરમાં વસતા રેલવે કર્મીઓને ભર ઉનાળે ટેન્કરના પાણીથી જીવન નિર્વાહ કરવાનો વારો આવ્યો છે. વધુમાં રેલવેના સૂત્રો દ્વારા જણાવાયું હતું કે કોઇપણ સંજોગોમાં જાહેર સેવા નળ જોડાણ કાપવા નહી તેવો સુપ્રિમ કોર્ટનો આદેશ હોવા છતાં કોર્પોરેશન તંત્રએ રૂ. 32.67 કરોડના ટેકસની પઠાણી ઉઘરાણી કરતા નળ કનેકશન કાપી નાખ્યું છે. કોર્પોરેશનને 2021-22 નું 14 કરોડ ટેકસ બીલ આપ્યુ હતું. જયારે 2022-23 નું બીલ 32.67 કરોડ આપ્યું, એક જ વર્ષમાં 17.17 કરોડનો વધારો સમજાતો નથી.હાલ રેલવેના 715 કવાર્ટર ધારકોને ટેન્કર મારફતે પીવાનું પાણી મંગાવવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.