Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 26-મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત 25મીએ શ્રીશાન વાડેકર પ્રસ્તુત “સંગીત સંધ્યા” યોજાશે.

Advertisement

આ અંગે વધુમાં માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા 26-મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા.25ને ગુરૂવારના રોજ રાત્રે 08:30 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, ઓપન એર થીએટર રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર પ્રસ્તુત સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ યોજાશે. આ સંગીત સંધ્યા કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય અગ્રણી ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

25મી જાન્યુઆરીએ શહેરીજનો માટે કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન

આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્ય્ક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અને ડો.માધવ દવે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઇ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરની મ્યુઝિકપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે.

આ સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર, સહાયક કલાકાર નિરૂપમા ડે (સારેગામા ફેઈમ) તથા મ્યુઝિશિયનોની ટીમ અને એન્કર તરીકે ભીમસિંઘ કોટલ વગેરે અવનવા ગીતો રજુ કરી શહેરીજનોને ડોલાવશે.

શ્રીશાન વાડેકરના મધુર કંઠે નાદાન પરીંદે……, છૈયાછૈયા….., દિલ સે રે….., તેરી દીવાની…….., તડપ તડપ કે ઇસ દિલ સે………, તુમ હી હો………., એ દિલ હે મુશ્કિલ…….., તુ હી મેરી સબ હે……, કેસરીયા……, મેરે રશ્કે કમર……., બચના એ હસીનો………, તેરી મિટ્ટીમેં……, ના જા કહી અબ ના જા…….., રાત અકેલી હે……., જગ ઘુમીયા તેરે જેસા…….., બાહો મેં ચલે આઓ……, તુમ આ ગયે હો……… અને  ઓમ શાંતિ ઓમ……. જેવા ગીતો ગવાયા છે.

શ્રીશાન વાડેકર એક એવું નામ જે મેલોડીનો પર્યાય છે. તેઓ છેલ્લા 20 વર્ષથી પર્ફોમિંગ કલાકાર તરીકે લોકોના દિલોદિમાગને વશ કરી રહ્યા છે. ઔરંગાબાદમાં એક નમ્ર પરિવારમાં જન્મેલા અને ઉછરેલા શ્રીશાન એક ઉત્સુક ક્રિકેટર હતા. ઘણી કોલેજ અને જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં રમ્યા બાદ તેને આ રમત પસંદ કરી હતી.16 વર્ષની ઉંમરે તેમણે હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ્સની તાલીમ લેવાનું શરૂ કર્યું જ્યારે તેમને તેની અંદર રહેલા સાચા કલાકારનો અહેસાસ થયો. તેમણે તેના સાચા જુસ્સાનો પીછો કરવાનો અને એક ગાયક તરીકેની તેની કુશળતાને હાંસલ કરવાનો નિર્ણય કર્યો. શ્રીશાને અભિજીત, અલ્કા યાજ્ઞિક, નેહા કક્કર અને ભૂપેન્દર સિંઘ જેવા અનેક અગ્રણી બોલિવૂડ પ્લેબેક સિંગર્સ સાથે પફોર્મન્સ આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.