Abtak Media Google News

રશિયાએ સવારના સમયે અનેક શહેરો ઉપર કર્યા હુમલા : રાષ્ટ્રપતિ કાર્યાલય ઉપર પણ વિસ્ફોટ થયાના અહેવાલ

યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં મિસાઈલ મારો ચાલ્યો છે. આ વિસ્ફોટમાં સેંકડો લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.  જો કે હજુ સુધી મૃતકોનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી, પરંતુ ભારે નુકસાનની આશંકા છે.  રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર ઘણા શહેરોની ઈમારતોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવવા માટે 12 આત્મઘાતી ઈરાની ડ્રોન મોકલ્યા છે.

રાજધાની કિવ પર 75 મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે, જોકે તેમાંથી 41ને યુક્રેનિયન એરફોર્સે ઠાર કર્યા છે.  કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના કાર્યાલય પર પણ મિસાઇલો છોડવામાં આવી છે.  જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.  આ હુમલામાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

રશિયા અમને નકશામાંથી ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે: ઝેલેન્સકી

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે સમગ્ર યુક્રેનમાં થયેલા વિસ્ફોટોમાં અનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.  ઝેલેન્સકીએ કહ્યું કે રશિયનો અમને પૃથ્વીના નકશામાંથી નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પુરજોશમાં ચાલતું રેસ્ક્યુ કાર્ય

કિવમાં કટોકટી સેવાના પ્રવક્તાએ એસોસિએટેડ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઘણા લોકો ઘાયલ થયા છે અને સેંકડો મૃત્યુ થયા છે.  બચાવ ટુકડીઓ હવે અલગ-અલગ સ્થળોએ કામ કરી રહી છે કારણ કે લિવ, ટેર્નોપિલ, ખ્મેલનિત્સ્કી, ઝાયટોમીર અને ક્રોપિવનિતસ્કીમાં પણ વિસ્ફોટ થયા હતા.  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે સમગ્ર યુક્રેનમાં થયેલા વિસ્ફોટોમાં અનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.

કિવમાં થયેલા વિસ્ફોટોની મેયરે પણ પુષ્ટિ કરી

યુક્રેનની રાજધાની કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે “શેવચેન્સ્કીવ્સ્કી” જિલ્લામાં અનેક વિસ્ફોટ થયા છે. આ વિસ્તાર રાજધાની કિવની મધ્યમાં છે. અહેવાલ મુજબ વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે 8.15 વાગ્યે થયો હતો. યુક્રેનની રાજધાનીમાં હવાઈ હુમલાના સાયરન્સનો અવાજ એક કલાકથી વધુ સમય સુધી ચાલ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.