Abtak Media Google News

20 વર્ષ પહેલાં મલેશિયામાં દેખાયો હતો રોગ

કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસથી 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ચારની સ્થિતિ ગંભીર છે. તો આ વાયરસથી 25 લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે. આ વચ્ચે પુણે વિરોલોજી ઈન્સ્ટીટયૂટે લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટી કરી છે. કેરળ સરકારે આ અંગે કેન્દ્ર પાસે તાત્કાલિક મદદ પૂરી પાડવાની અરજી કરી છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ NCDCની ટીમને કેરળની મુલાકાતે જવાના આદેશ આપ્યાં છે.

રાજ્ય સરકારની ગુહાર પર કેન્દ્રથી નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની ટીમ કેરળમાં નિપાહ વાયરસ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત જશે.ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ સંબંધે એક કમિટી ગઠિત કરરી છે. જે બીમારી કઈ રીતે થાય છે તેના ડેટા મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે વાયરસની ઝપેટમાં વધુ લોકો ન આવે તે અંગેના ઉપાયો પણ કરવામાં આવી રહ્યાં છે.

 

શું છે નિપાહ વાયરસ?

WHO મુજબ નિપાહ વાયરસ ચામાચીડીયામાંથી ફળમાં અને ફળોમાંથી મનુષ્ય તેમજ જાનવરોમાં આક્રમણ કરે છે.
1998માં પહેલી વખત મલેશિયાના કાંપુંગ સુંગઇ નિપાહમાં આ અંગેના કેસ સામે આવ્યાં હતા. અને તેથી જ તેને નિપાહ વાયરસ નામ આપવામાં આવ્યા છે.પહેલાં તેની અસર ભુંડમાં જોવા મળી હતી.

નિપાહ વાઇરસના લક્ષણો:-

આ વાયરસથી પ્રભાવિત શખ્સને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે જે બાદ મગજમાં જલન અનુભવાય છે. યોગ્ય સમયે જો સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે.

શું કાળજી લેશો?
આ વાયરસની હજુ સુધી કોઈ જ વેક્સીન નથી. આનાથી પ્રભાવિત શખ્સને આઈસીયૂમાં રાખીને ઈલાજ કરાવવામાં આવે છે.ઝાડ પરથી નીચે પડતાં ફળોને ન ખાવા.આ બીમારીથી બચવા માટે ફળો, ખાસકરીને ખજૂર ખાવાથી બચવું જોઈએ. ઝાડ પરથી પડેલાં ફળોને ન ખાવા જોઈએ. બીમાર ભુંડ અને બીજા જાનવરોથી દૂર રહેવું જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.