Abtak Media Google News

છેલ્લા અઠવાડિયાથી સૂરજદેવ આકરૂ રૂપ ધારણ  કર્યું છે. અને તાપમાનનો પારો ઉંચકાતો ગયો ત્યારે 26 અને  27મેના બે દિવસમાં રાજસ્થાનમાં સાત સાધુ સાધ્વીજી અને મધ્યપ્રદેશમાં એક સાધ્વી  શ્રમણ શ્રેષ્ઠ પૂ. ગુણવંત  મૂનિજી મ.સા.   પૂ. ચિરંજયમનિ મ.સા., સાધુ માર્ગી સંપ્રદાયના પૂ. સૂર્યપ્રભજી મ.સા,  જ્ઞાનગચ્છ સંપ્રદાય, મંજુલાજી મ.સ., દયાશ્રીજી મ.સ.,   ગુજરાતી સંત હિતમુનીજી મ.સા.,  હર્ષલાલજી મ.સા.,  જીજ્ઞાસાશ્રીજી મ.સા., તથા નરેન્દ્ર મૂનિજી મ.સા.,  એમ કુલ  8 સાધુ સાધ્વીજી કાળધર્મ પામતા   છે. દેશભરનાં જૈન સમાજમાં ખળભળાટ મચી  ગયો છે. કાળધર્મ પામનારા અડધાથી વધુ સાધુ-સાધ્વી યુવાન વયના છે. જૈન સમાજના સાધુ-સાધ્વીજીઓ એટલા આકરા તાપ પણ ઉપાશ્રયમાં પણ  પંખાનો ઉપયોગ   કરતા નથી તેમજ ધમધમતા  રસ્તા પર  ભયંકર ગરમીમાં ગૌચરી એટલે કે જમવાની વ્યવસ્થા કરવા માટે ઘરે ઘરે જાય છે. એને કારણે તેમને લુ લાગી જાય છે. આ સ્થિતિમાં પણ જૈન સાધુ સંતો તેમના નિયમોમાં બાંધછોડ કરતા નથી છેલ્લા  અઠવાડિયાથી હીટસ્ટોકથી  રાજસ્થાનમાં સાત અને મધ્યપ્રદેશમાં એક જૈન સાધુ  કાળધર્મ પામ્યા છે. તેનાથી સમસ્ત જૈન સમાજ દુ:ખની લાગણી વ્યકત કરે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.