Abtak Media Google News

ચાલું વર્ષે રૂ. ૭૯,૦૮૮ કરોડની ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાઈ!!

૨૮ મેના રોજ કેન્દ્રએ કહ્યું હતું કે, ચાલુ માર્કેટિંગ વર્ષમાં ટેકાના ભાવે રેકોર્ડબ્રેક ૪૦૦.૪૫  લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, જેની કિંમત રૂ. ૭૯,૦૮૮ કરોડ છે.  દિલ્હીની સરહદો પર ખેડૂતોના વિરોધ વચ્ચે નવેમ્બર ૨૦૨૦ના અંતથી ઘઉંની રેકોર્ડ ખરીદી કરવામાં આવી છે.  ખેડૂત સંગઠનો ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાની અને લઘુતમ ટેકાના ભાવ(એમએસપી)ની કાનૂની બાહેંધરીની માંગ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ચાલુ રવિ માર્કેટિંગ સીઝનમાં એમએસપીમાં ઘઉંની ખરીદી સરળતાથી ચાલુ છે, જેમ કે અગાઉના સત્રમાં પણ કરવામાં આવી હતી.

૨૭ મે સુધી ઘઉંની ખરીદી ૪૦૦.૪૫ લાખ ટન થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ૩૫૩.૦૯ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટેકાના ભાવે આશરે રૂ. ૭૯,૦૮૮ કરોડની કિંમતના ઘઉંની ખરીદી કરવામાં આવી છે જેનો સીધો લાભ  આશરે ૪૨.૩૬ લાખ ખેડૂતોને મળ્યો છે. હવે ખરીદ કરાયેલો જથ્થો લોકોની જઠ્ઠરાગ્ની ઠારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે જેના માટેની જવાબદારીઓ એજન્સીઓને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, ભારત સરકારની ફૂડ કોર્પોરેશન (એફસીઆઈ)એ અનાજની ખરીદી અને વહેંચણી માટેની મુખ્ય એજન્સી છે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ, કેન્દ્ર દર મહિને આશરે ૮૦ કરોડ લોકોની જઠ્ઠરાગ્ની ઠારે છે. મહિના પ્રતિ વ્યક્તિ ૫ કિલો ઘઉં આપવામાં આવે છે. જે બિલકુલ રાહતદરે આપવામાં આવે છે.

હાલ સુધી(27.માં ૪૦૦.૪૫ લાખ મેટ્રિક ટન ઘઉંના જથ્થાની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી લેવામાં આવી છે.જે રેકોર્ડબ્રેક ખરીદી છે. રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૦-૨૧માં કુલ ૩૮૯.૯૨ લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી સરકારે કરી હતી.

ઘઉંની ખરીદીમાં મનમોહનસિંહ સરકારનો રેકોર્ડ તોડતી મોદી સરકાર

ભારતીય ખાદ્ય નિગમના અધિકારીઓ મુજબ, વર્ષ ૨૦૧૨-૧૩માં મનમોહનસિંહની સરકારમાં ઘઉંની ખરીદી રેકોર્ડબ્રેક કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતો પાસેથી ૩૮૨ લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી સરકારે કરી હતી. જેનો રેકોર્ડ મોદી સરકારે તોડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.