Abtak Media Google News

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સપોમાં ૮૦૦૦ ખેડૂતો ઉમટી પડ્યા

આવતીકાલે કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના વક્તવ્ય આપશે આફ્રિકન દેશોના અનેક પ્રતિનિધિ મંડળોએ એન્ટરપ્રેન્યોર સાથે આદાન-પ્રદાનની વાતચિત કરી

Saurabhbhai Patel

રાજકોટ ખાતે શરુ થયેલા ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના બીજા દિવસે સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગઇકાલે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના ઉદ્ઘાટન પ્રસંગે કેંદ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને રાજ્ય સરકારના મંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં અનેક દેશ-વિદેશના ડેલીગેશનની હાજરીમાં શાનદાર ઉદ્ઘાટન થયા બાદ આજે બીજા દિવસે પણ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટને બહુજ જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને અનેક વિદેશી ડેલિગેશનોએ રાજકોટ અને સૌરાષ્ટ્ર સ્થિત અનેક ઉદ્યોગ એન્ટરપ્રિન્યોર સાથે વન-ટુ-વન મીટ કરી બિઝનેશની તકો અંગે ચર્ચા કરી હતી.Sandipbhai

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ખેડુતો મોટી સંખ્યામાં આવ્યા હતા. પ્રથમ દિવસે જ ૩૦૦૦ જેટલા ખેડુતોએ મુલાકાત લિધા બાદ આજે બીજા દિવસે પણ સવારથી જ સૌરાષ્ટ્રભરના ખેડુતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રના ખેડુતો મહદઅંશે મગફળી અને કપાસનું વાવેતર કરતા હોય છે. ત્યારે આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં મગફળી અને તેના પાકને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રનો ખેડુત મગફળીનો પાક વધુ સારો કઇ રીતે લઇ શકે તેમજ મગફળીની વિવિધ બાયપ્રોડક્ટમાં શું નવિનતા લાવી શકાય તેની વિશેષ જાણકારી અહિં મેળવી હતી. વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના આયોજકો સંદિપ પટેલ અને સમિર શાહએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી મગફળીને લગતા પ્રોસેસિંગ પ્લાંટ અંગે પણ ચ્ર્ચા કરવામાં આવશે અને તે દિશામાં સરકાર પણ રસ લઇ રહી છે. એ ઉપરાંત શિંગતેલ આરોગ્ય માટે બિલકુલ હાનીકારક નથી તેની પણ જાણકારી અહિં આપવામાં આવી રહી છે.

Dsc 3017

આજના વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના બીજા દિવસે મોટી સંખ્યામાં ખેડુતો આવ્યા છે તેમાં ગોમટાથી કાંતીભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં આવ્યા બાદ ઘણી નવી જાણકારી મળી છે અને ખાસ કરીને સોઇલ ટેસ્ટિંગની સાથે સાથે ઓર્ગેનિક ફાર્મિંગના ફાયદા વિષે ઘણી જાણકારી મળી અને આવનારા દિવસોમાં ખેતીમાંથી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે આ સમિટ ઘણું માર્ગદર્શન આપતી ગઇ છે.

Mansukhbhai Mandaviya

આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં ખાસ કરીને આફ્રિકન દેશોના પ્રતિનિધિ મંડળો મોટી સંખ્યામાં આવ્યા છે અને ડિઝલ એન્જીન, સબમર્સિબલ પંપ, ટ્રેક્ટર, ખેતીના ઓઝારોમાં વધારે રસ પડ્યો હતો અને તે અંગે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના આયોજકો સાથે પણ મિટિંગ કરી હતી. આ પ્રતિનિધિ મંડળ ઘાના, નાઇઝિરીયા, સુદાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશીયા જેવા દેશોની સાથે સાથે પ્રથમ વખત ઇઝરાયેલ, અમેરીકા, થાઇલેન્ડ, શ્રીલંકા, તુર્કી, જાપાન, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ જેવા ડેવલોપ દેશો પણ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના ભાગ બન્યા છે અને તેમના એમ્બેસેડર પણ અહિં આવીને ગોષ્ટી કરી હતી.
Samirbhai Shah

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના આજે બીજા દિવસે વોટર ક્વેસ્ટ ટેક્નોલોજીના સી.ઇ.ઓ. આકાશ ભાવશારે પોતાના પ્રવચનમાં  ખેતીમાં જે પાણી વપરાશમાં નથી આવતું તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો જોઇયે અને તેના કેવી રીતે સારા અને આશ્ચર્યકારક પરીણામો કેવી રીતે મેળવી શકાય તે અંગે વ્યક્તવ્ય આપ્યું હતું જ્યારે ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ ગાય આધારીત ઉદ્યોગ એકમમાં કેવી રીતે મુડી રોકાણની તકો રહેલી છે તે તેના પર પ્રવચન આપ્યું હતું.

ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે, ગાય આધારીત બિઝનેસમાં અત્યારે વિપુલ તકો છે ત્યારે આ બિઝનેસમાં નવું મુડી રોકાણ સારું એવું વળતર પણ આપાવી શકે તેમ છે. સાથોસાથ ગાય આધારીત વિવિધ બાય-પ્રોડ્કટની પણ એક નવી ઇંડસ્ટ્ર્રી શરું થઇ રહી છે જેનું કદ આવનારા દિવસોમાં ઘણું મોટુ હશે. અત્યારથી જ સૌરાષ્ટ્રના ઘણા ઉદ્યોગો સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ ગાય આધારીત શરું કરી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.