Abtak Media Google News

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા એ.એસ.આઇ કેતનભાઈ તથા પોલીસ કોન્સ.વિભાભાઇ તથા ઇશ્વરભાઇ ને બાતમી મળેલ કે, ચોટીલા તાલુકાના નાળીયેરી ગામની સીમમાં ભુપતભાઇ કાળુભાઇ ત.કોળી પોતાની વાડીએ વાડીયે ગે.કા.દેશીદારુ બનાવવાની પ્રવુતી કરે છે અને તેની આ ગે.કા.પ્રવુતી હાલે પણ ચાલુ છે.

ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ સહિતની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના નાળીયેરી ગામની સીમમાં આરોપી ભુપતભાઇ કાળાભાઇ વાઘાણી ત.કોળી એ પોતાની વાડીના શેઢા ઉપર  ગે.કા.પાસ પરમીટ વગર દેશી દારુ લી.૧૦૫ કિ.રૂ.૨,૧૦૦/- તથા આથો લિ.૧૦૦૦ કિ.રૂ. ૨,૦૦૦/- કુલ કિં.રૂ. ૪,૧૦૦/- ના મુદ્દામાલ* સાથે પકડી પાડવામાં આવેલ છે.

આ આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના, એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.