Abtak Media Google News

નવરંગ નેચર કલબનું પ્રેરક આયોજન: પોતાની શાળા કોલેજોમાં કસોટી લેવા માટે સંચાલકોને આહવાન

નવરંગ નેચર કલબ દ્વારા વન્ય જીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત પર્યાવરણ અને વન્યજીવો વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળે તેવા હેતુથી એક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષા પોતાની શાળા કોલેજમાં યોજવા માટે સંચાલકોને સંસ્થાનો સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે. વધુ વિગત આપવા પ્રમુખ વીડી બાલા, ભરતભાઈ સુરેજા, કપીલભાઈ પંડયા, જયેન્દ્રભાઈ ગજજર, ચિરાગભાઈ ધામેચા, અને કાંતીભાઈ ભુતે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વન્યજીવો પાસેથી લોકોએ પરિસ્થિતિ સામે લડતા શિખવું જોઈએ વન્યજીવોના રહેઠાંણનું મહત્વ સમજાય અને વન્યજીવો પ્રત્યે અનુકંપા જાગે પૃથ્વી પરના સૌથી બુધ્ધિશાળી પ્રાણી (માનવી) વન્ય જીવોને પૃથ્વી પર રહેવાનું તેની વૃધ્ધિ કરવાનો અધિકાર બક્ષે તેવા હેતુથી નવરંગ નેચર કલબ રાજકોટ વિદ્યાર્થીઓની લેખીતમાં કસોટી લેવા માગે છે.જેના નિયમો આ મુજબ છે.

ધો.૫ થી ૮ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે., ધો.૯ થી કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે., પ્રશ્ર્ન પત્ર જે તે સ્કલ પાસેથી મેળવી લેવા રહેશે., કસોટી પોતાની સ્કુલ તથા કોલેજમાં લેવાની રહેશે. કોઈપણ જાતની ફી રાખેલ નથી.

આ વર્ષે પચાસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લે તેવું આયોજન છે. સ્કુલ, કોલેજ દીઠ એક વિદ્યાર્થીને ઈનામ સંસ્થા તરફથી આપવામાં આવશે. પરીક્ષા તા.૧૫.૯ પહેલા લઈ લેવાની રહેશે પત્ર નિલકંઠ પાર્ક જે ૩-૨, શાળા નં. ૮૦ની બાજુમાં નિલકંઠ પાર્ક મેઈનરોડ, નિલકંઠ ટોકીઝ પાછળ, કોઠારીયા રોડ, મો. ૯૪૨૭૫૬૩૮૯૮ ખાતેથી મળી રહેશે. સહયોગી સંસ્થાઓ તરીકે સામાજીક વનીકરણ વિભાગ રાજકોટ, સદભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ સી.જે. ગ્રુપ રાજકોટ, યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ, નેચર એન્ડ એડવેન્ચર કલબ રાજકોટ શેર વીથ સ્માઈલ એનજીઓ રાજકોટ, ગુજરાત સ્પોર્ટસ એકેડમી જેતપૂર કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.