Abtak Media Google News

જન્માષ્ટમીએ ૨૬,૧૫૦ લોકોએ ઝૂની મુલાકાત લેતા નવો રેકોર્ડ: ૧૯ લાખથી વધુની આવક

સાતમ-આઠમના તહેવારોના દિવસોમાં મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સહેલાણીઓ ઉમટી પડયા હતા. છેલ્લા પાંચ દિવસ દરમિયાન ૮૧,૭૯૩ લોકોએ ઝૂની મુલાકાત લેતા મહાપાલિકાને રૂ.૧૯ લાખ જેટલી માતબર આવક થવા પામી છે. સામાન્ય દિવસોમાં શુક્રવારે ઝૂ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે પરંતુ હજુ લોકો તહેવારના મૂડમાં હોય કાલે શુક્રવારે હોવા છતાં ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.2 5આ અંગે વધુ માહિતી આપતા ઝૂ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસ દરમિયાન પ્રદ્યુમનપાર્ક ઝુમાં ૮૧,૭૯૩ લોકોએ મુલાકાત લેતા મહાપાલિકા તંત્રને રૂ.૧૯,૦૮,૬૮૫ ની આવક થવા પામી છે. ૧લી સપ્ટેમ્બરે ૧૧૪૦ મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લેતા ૨૯,૦૧૫ની આવક, ૨જી સપ્ટેમ્બરે ૧૫,૧૭૪ લોકોએ ઝૂની મુલાકાત લેતા ૩,૫૭,૩૨૫ની આવક થવા પામી હતી. ૩જી સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમીના દિવસે ૨૬,૧૫૦ લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી. મહાપાલિકાના ઈતિહાસમાં આ નવો રેકોર્ડ છે જેમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઉમટી પડયા હતા. ૩જી સપ્ટેમ્બરે રૂ.૬,૧૦,૯૪૫ની આવક થવા પામી હતી.

Advertisement

ચોથી સપ્ટેમ્બરે ૨૩,૯૦૭ લોકોએ ઝુની મુલાકાત લેતા રૂ.૫,૫૭,૦૪૫ની આવક જયારે ૫મી સપ્ટેમ્બરે ૧૫,૪૨૨ લોકોએ ઝુની મુલાકાત લેતા રૂ.૩,૫૪,૩૫૫ની આવક થવા પામી છે. આમ છેલ્લા પાંચ દિવસ દરમિયાન ૮૧,૭૯૩ લોકોએ ઝૂની મુલાકાત લીધી છે જેના થકી મહાપાલિકાને ૧૯,૦૮,૬૮૫ની આવક થઈ છે. સામાન્ય રીતે ઝૂ શુક્રવારના દિવસે સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવે છે જેના કારણે પશુ-પક્ષીઓને એક દિવસ આરામ મળી રહે પરંતુ હાલ તહેવારના દિવસો ચાલી રહ્યા હોય કાલે શુક્રવાર હોવા છતાં ઝૂ મુલાકાતીઓ માટે ચાલુ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.