Abtak Media Google News

જોરદાર ભૂકંપના આંચકા છતાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી!!

જમ્મુ-કાશ્મીરમાં 46 કલાકમાં 9 વખત ભૂકંપના આંચકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે પ્રાથમિક વિગતો મુજબ હજી સુધી કોઈ જાન-માલનું નુકશાન થયાનું સામે આવ્યું નથી. આ તરફ ફરી એકવાર ગઈકાલે એટલે કે બુધવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર કટરાથી 62 કિમી દૂર 48 મિનિટના અંતરે બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 હતી. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કુલ 9 ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે ઓછી તીવ્રતાના કારણે કોઈ નુકસાન થયું ન હતું.

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાત્રે 11:45 વાગ્યે પ્રથમ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 48 મિનિટ બાદ 11:52 મિનિટે બીજો આંચકો અનુભવાયો હતો. પ્રથમ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 હતી, જ્યારે બીજા આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી નીચે હતું. મહત્વનું છે કે, મંગળવારે પણ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા હતા. જેમાં ત્રણ આંચકાનું કેન્દ્ર ઉધમપુર, ત્રણ ડોડા જિલ્લામાં જ્યારે એક આંચકાનું કેન્દ્ર કિશ્તવાડ જિલ્લામાં હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 થી 3.9 સુધી માપવામાં આવી હતી. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસમાં જમ્મુ પ્રાંતના ડોડા જિલ્લા કિશ્તવાડ જિલ્લા અને માતા વૈષ્ણો દેવીના આધાર શિબિર કટરામાં 9 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં માત્ર કટરામાં જ ત્રણ  વખત હળવા આંચકા અનુભવાયા હતા. છેલ્લા 3 દિવસમાં ડોડા

અને કિશ્તવાડમાં છ વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. આજે ફરી ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે, તો છેલ્લા 3 દિવસમાં જમ્મુ પ્રાંતમાં અત્યાર સુધીમાં કુલ 10 ભૂકંપના આંચકા અનુભવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.