Abtak Media Google News

હાલાર પંથકમાં રેલવેના નવા યુગનો પ્રારંભ

હવે એન્જીન બદલવામાંથી મુકિત,સમય બચશે,પ્રદુષણ ઘટશે,આગામી વર્ષોમાં નવી ટ્રેન મળવાની આશા

રાજકોટ રેલવે ડિવિઝનમાં ઓખા થી સુરેન્દ્રનગર વચ્ચેનું  ઇલેક્ટ્રિકફીકેશન નું કામ પૂર્ણ થતા ઇલેક્ટ્રિક એન્જિન થી ચાલતી પ્રથમ ટ્રેન આજે ઓખા થી મુંબઈ માટે રવાના થઈ હતી. પ્રથમ તબક્કામાં 9 જોડી ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન વડે દોડાવવામાં આવનાર છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં છેલ્લા લાંબા સમયથી ઈલેક્ટ્રીફિકેશન નું કામ ચાલી રહ્યું હતું .જે પૂર્ણ થતા પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન વડે માલગાડી દોડાવી ને ટ્રાયલ કરવામાં આવી હતી. જે સફળ થયા બાદ આજે ઓખા થી મુંબઈ તરફ જતી પ્રથમ મુસાફર ટ્રેન ઇલેક્ટ્રીક એન્જિન વડે દોડાવામાં આવી હતી. આમ જામનગર સહિત રાજકોટ રેલવે ડિવિઝનમાં નવા યુગનો પ્રારંભ થયો છે.

પ્રથમ તબક્કામાં નવજોડી ટ્રેન ઇલેક્ટ્રીક એન્જિન સાથે જણાવવામાં આવનાર છે જેમાં ઓખા -મુંબઈ , ઓખા – ભાવનગર  ,હાપા – મુંબઈ (દુરંતો) , જામનગર -બાંદ્રા (હમસફર),  જામનગર -વડોદરા  (ઇન્ટરસિટી) , ઓખા- ગોરખપુર ,ઓખા – પૂરી, જામનગર – કતરા અને હાપા કતરા (જમ્મુ તાવી એક્સપ્રેસ) સમાવેશ થાય છે. તબક્કાવાર અન્ય  ટ્રેનો પર ઇલેક્ટ્રીક એન્જિન વડે દોડાવામાં આવનાર છે .આમ ઇલેક્ટ્રિક એન્જિન વડે ટ્રેન દોડવાને કારણે રેલવેને આર્થિક ફાયદો થશે ,પર્યાવરણને પણ ફાયદો થશે, તેમ જ મુસાફરોના સમય નો પણ બચાવ થશે ,આ ઉપરાંત આવનારા દિવસમાં નવી વધારાની ટ્રેનો પણ જામનગર દ્વારકા ઓખા ને મળવા ની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.