Abtak Media Google News

દેશે ખુબ જ જ્ઞાની, સેવાકારી વ્યકિતને ગુમાવ્યો છે: શિવરાજસિંહ ચૌહાણ

ઘરેલું જીવનમાં શાંતી હોય તો માણસ સફળતાના અનેક શિખરો પાર કરી શકે છે પણ માનસિક ત્રાસ વધવાથી તેની અવળી અસર થઈ શકે છે. જેમાં સામાન્ય માણસ જ નહીં મહાત્માનો પણ ભોગ લેવાતો હોય છે. દેશમુખ પરિવારમાં જન્મેલા ભૈયુજી મહારાજ એટલે ઉદયસિંહ ગૃહકંકાશથી કંટાળીને આપઘાત કર્યો છે. માથામાં બંધુક વળે ગોળીઓ ધરબી દીધાની અમુક કલાકો પહેલા આઘ્યાત્મિક ગુરુ સોશિયલ મીડિયા પર એકટીવ હતા. ફેસબુકની પોસ્ટમાં ગુરૂ લખે છે કે જળસંગ્રહ આપણી જવાબદારી છે માટે પાણીનો બચાવ કરવો જોઈએ. ભૈયુજી મહારાજના ફેસબુક પેજ પર હિન્દીમાં લખેલી છેલ્લી કવિતામાં ગુરુ જણાવે છે કે જળ એજ જીવન છે. જીવન તેમજ કૃષિ માટે જળ ખુબ જ ઉપયોગી છે. ભૈયુજી મહારાજની સંસ્થા સુર્યોદય પરિવાર વરસાદના પાણીનો બચાવ કરી કેનાલ તેમજ તળાવ બનાવે છે.

તેની બીજી પોસ્ટમાં ભૈયુજી મહારાજ લખે છે કે આપણું અર્થતંત્ર કૃષિ પર નિર્ધારીત છે ત્યારે દેશના અનેક વિસ્તારોમાં પાણીની પુરતી સુવિધા નથી. પાણી તેમજ કેનાલનો સ્ત્રોત પર સુકાઈ રહ્યા છે. એમ કહી પાણી અંગે તેમણે ચિંતા વ્યકત કરી હતી. ત્યારે આજે સવોર ભૈયુજી મહારાજે પોતાના માથામાં બંધુકની ગોળીથી શુટ કરી આપઘાત કર્યા હોવાની વાત સામે આવતા ચકચાર મચી ગયો હતો. મધ્યપ્રદેશમાં ઈન્દોરના આશ્રમમાં જ મહારાજે જીવ મુકયો હતો.

૫૦ વર્ષીય ભૈયુજી મહારાજ અંગે તપાસ કરાતા જાણ થઈ કે તેઓ ગૃહકંકાશથી મૃત્યુને ભેટયા છે. કારણકે પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી. મહારાષ્ટ્રના ચીફ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતે ખુબ જ જ્ઞાની અને સંસ્કૃતિવાદી વ્યકિતને ગુમાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.