Abtak Media Google News

એડબલ્યુબીઆઈના અધ્યક્ષનું રાષ્ટ્રીય મીડિયા સેન્ટર નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ નિમિતે વકતવ્ય યોજાયું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મનુષ્યને બાદ કરતા તમામ પશુઓ પર થવાવાળી ક્રુરતા, પીડા તથા દર્દ અટકે, એટલે અમારો નારો છે, ‘હાથીથી કીડીઓ સુધી, સૌનું રક્ષણ કરવું, હું આપને જણાવવા ઈચ્છું છું કે આ બોર્ડ સરકાર દ્વારા નિર્મિત સંસારનું સૌથી મોટુ પશુ કલ્યાણ બોર્ડ છે.

તેની સ્થાપના ૧૯૬૨ જીવજંતુ, ક્રુરતા નિવારણ અધિનિયમ, ૧૯૯૬ની કલમ હેઠળ કરવામાં આવી હતી. દેશમાં પશુ કલ્યાણ કાયદાઓનો અમલ પુરી લગન તથા નિષ્ઠા સાથે કરવા બોર્ડ કાર્યરત છે અને પશુ કલ્યાણ સંસ્થાઓને અનુદાન પુરુ પાડે છે સાથે કેન્દ્ર તેમજ રાજય સરકાર તથા કેન્દ્રશાસિત પ્રદેશોને પશુ કલ્યાણ મુદ્દે સલાહ પણ પુરી પાડે છે. બોર્ડના અધિનિયિમ હેઠળ તેમાં ૨૮ સભ્યો હોય છે. જેમાં છ સંસદસભ્ય, લોકસભાના ચાર, રાજયસભાના બે પણ સામેલ હોય છે. એ પણ જણાવવામાં આવે છે કે એડબલ્યુબીઆઈએ તેના લોગોનું નવસર્જન કર્યું છે તથા પોતાના મુખ્ય કાર્યાલયને ચેન્નાઈથી હરિયાણા સ્થિત બલ્લભગઢમાં સ્થળાંતરિત કર્યું છે.

બોર્ડે સૌથી પહેલા આ મહત્વપૂર્ણ મુદાને ઉઠાવ્યો છે, કેમ કે દેશમાં ગોચરભૂમિની ભારે અછત છે. તેને કારણે પશુઓએ ભારે તકલીફ સહન કરવી પડે છે. ગોચરભૂમિની અછતને લીધે પશુઓને ન પુરતો ચારો મળે છે કે નથી મળતી પાયા‚પ સુવિધાઓ, અહીં એ જણાવવું ઉચિત રહેશે કે ગોચર ભૂમિની અછત અને તેના પરના અતિક્રમણને લીધે પશુઓએ અનેક કઠણાઈઓ તથા પીડાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ સંદર્ભમાં ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતે એવો નિર્દેશ આપ્યો છે કે ગોચરભૂમિને રક્ષણ પુરી પાડી સુરક્ષિત કરવી જોઈએ. તેનો ઉપયોગ માત્ર પશુ કલ્યાણના ઉદેશ્ય માટે થવો જોઈએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.