Abtak Media Google News

ખરાખરીના જંગમાં સ્પેન હારથી માંડમાંડ બચ્યુ

સમય વિતવાની સામે જ રશિયામાં રમાઈ રહેલો ફિફા વર્લ્ડકપ વધુને વધુ રોમાંચક બનતો જાય છે. ગઈકાલે સ્પેન અને મોરોકકો વચ્ચે ખરાખરીની ટકકર બાદ મેચ ડ્રો રહેતા ચાહકો નિરાશ થયા હતા અલબત સ્પેન પોઈન્ટમાં આગળ હોવાથી ટોચના ૧૬ દેશોમાં પ્રવેશી ચૂકી છે.

Advertisement

ગઈકાલનો મેચ પ્રારંભમાં ધીમી ગતિએ રમાયો હતો. ગણતરીની મીનીટોમાં મોરોકકો તરફથી બેગોલ ફટકારવામાં આવ્યા હતા. ત્યારે સ્પેન ૧ ગોલ સાથે પાછળ હતુ જોકે સબસીટયુટ ખેલાડી લેગો અસ્પાસે સ્ટોપે જ ટાઈમમાં ગોલ ફટકારી બાજી સરભર કરી હતી મેચ ડ્રો થયો હતો. હવે રેન્કીંગમાં સ્પેને પોર્ટુગલનું ટોચનું સ્થાન આંચકી લીધુ છે.

અહી ઉલ્લેખનીય છે કે, મોરોકકો વર્લ્ડકપમાં ૧-૦થી સતત બે વખત હારી ચૂકયું હતુ. ગઈકાલે સ્પેન સામેની મેચમાં મોરોકકોની ટીમ સમગ્ર તાકાતથી જતા જતા જીતવાનું લક્ષ્ય સાથે રમી રહી હતી. જેથી સ્પેન જેવા તાકાતવર દેશ સામે પણ બે ગોલ ફટકાર્યો હતો. આમેચમાં સ્પેન હારથી માંડ માંડ બચ્યું હતુ સ્પેન હવે ટોચના ૧૬ દેશોમાં રશિયા સાથે ટકકર લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.