Abtak Media Google News

વિશ્વકપમાં ભાગ લેનારી દરેક ૩૨ ટીમોમાંથી દરેક ટીમને ૧૫ લાખ ડોલર મળશે

ફુટબોલના મહાકુંભ- વર્લ્ડ કપથી રમતની વહીવટી સંસ્થા ફીફાને કુલ ૪.૮૩ અરબ ડોલરની કમાણી થશે પરંતુ આ રકમનો મોટો ભાગ ફીફાને પુરસ્કાર અને પ્રોત્સાહન રાશિના રૂપમાં આપવો પડશે. આંકડા પ્રમાણે ફીફાએ આ વર્ષે વિજેતા ટીમને ૩.૮ કરોડ ડોલર આપવાનો નિર્ણય કર્યો છે. રનર્સઅપ ટીમને ૨.૮ કરોડ ડોલર મળશે. જ્યારે ત્રીજા સ્થાને રહેનારી ટીમને ૨.૪ કરોડ ડોલરનો પુરસ્કાર મળશે.

ચોથા સ્થાને રહેલી ટીમને ૨.૨ કરોડ ડોલર મળશે. આ સિવાય ક્વાર્ટર ફાઇનલ સુધી સફર કરનારી ટીમોને ૧.૬ કરોડ ડોલર તથા અંતિમ-૧૬માં પહોંચનાર ટીમને ૧.૨ કરોડ ડોલર મળશે. ૧૪ જૂનથી શરૂ થઈ રહેલા ફીફા વિશ્વ કપમાં ૩૨ ટીમો ભાગ લઈ રહી છે. પ્રત્યેક ગ્રુપમાંથી ૨ ટીમો નોકઆઉટમાં પ્રવેશ કરશે.

ફીફા આ વર્ષે ૭૯.૧ કરોડ ડોલર પુરસ્કાર અને પ્રોત્સાહન રાશિના રૂપમાં વિતરિત કરી રહ્યું છે. આ રકમ બ્રાઝિલમાં ૨૦૧૪માં યોજાયેલા વિશ્વકપથી ૨૧.૫ કરોડ વધુ છે. ૭૯.૧ કરોડ ડોલરમાંથી ૪૦ કરોડ ડોલર ટીમનોની વચ્ચે વહેંચવામાં આવશે, જ્યારે બાકીના ૩૯.૧ કરોડ ડોલર આયોજકો, તે ક્લબો જેના ખેલાડી વિશ્વકપમાં રમી રહ્યાં છે અને વિશ્વકપમાં ભાગ લેનારી તમામ ટીમને વિતરિત કરવામાં આવશે.

વિશ્વકપમાં ભાગ લેનારી દરેક ૩૨ ટીમોમાંથી દરેક ટીમને ૧૫ લાખ ડોલર મળશે. ક્લબોની વાત કરીએ તો, આ વર્ષે વિશ્વકપમાં સૌથી વધુ આવક ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ મૈનચેસ્ટર સિટીને થવાનો છે, જેના ૧૬ ખેલાડી ૮ અલગ-અલગ દેશો માટે રમતા જોવા મળશે.

બીજા ક્રમે રિયલ મેડ્રિડ (૧૫) અને ત્રીજા સ્થાને બાર્સિલોના (૧૪) છે. વિશ્વકપથી સૌથી વધુ લાગ ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબોને થશે, જેના કુલ ૩૮ ખેલાડીઓ આ વર્ષે રૂસમાં રમતા જોવા મળશે. આ ક્લબોમાં સિટી સિવાય, મેનચેસ્ટર યુનાઇટેડ, ટોટેનહમ હોટ્સ્પર અન ચેલ્સી સામેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.