Abtak Media Google News

૨૫૦૪૪ બોટલ દારૂ, ૫૮૮૦ બિયરના ટીન મળી રૂ.૬૨ લાખનો મુદામાલ કબજે: ચાલકની ધરપકડ

સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયાની રાજકોટ આર.આર.સેલના ડી.આઈ.જી. ડી.એન.પટેલને મળેલી માહિતીના આધારે આર.આર.સેલના કૃણાલ પટેલ સહિતના સ્ટાફે વાંકાનેરના ભલગામ નજીકથી ટ્રકમાંથી રૂ.૫૨ લાખની કિંમતનો દારૂ-બિયરનો જંગી જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી રૂ.૬૨ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો દારૂની રેલમછેલથી કડક દારૂબંધીની વચ્ચે કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે. જેમાં મોટા મગરમચ્છ છટકી જાય છે અને નાની માછીઓને પકડીને પોલીસ સંતોષ માને છે.

રાજકોટ આર.આર.સેલના પી.એસ.આઈ કૃણાલ પટેલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે અમદાવાદ તરફથી સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફ વાંકાનેરના ભલગામ નજીક વોંચમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં પંજાબ પાર્સિંગમાં નિકળેલા ટ્રકને અટકાવી તલાશી લેતા જેમાંથી રૂ.૫૨ લાખની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડની ૨૫૦૪૪ દારૂની બોટલ અને ૫૮૮૦ બિયરના ટીન અને ટ્રક મળી રૂ.૬૨ લાખની કિંમતના મુદામાલ સાથે પંજાબના શરબજીતસિંઘ નામના શખ્સની ધરપકડ કરી હતી. વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આ દારૂનો જથ્થો કોને મોકલાવ્યો અને કોને આપવો હતો તે મુદ્દે વધુ તપાસ પી.એસ.આઈ કૃણાલ પટેલ, કોન્સ્ટેપ શિવરાજસિંહ ખાચર, રામભાઈ અને સંદિપસિંહ સહિતના સ્ટાફે કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.