Abtak Media Google News

સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સાળંગપુર હનુમાન મંદિરે ભાવિકોના ઘોડાપુર: સવારથી પૂજન-અર્ચન, મારૂતિયજ્ઞ, શોભાયાત્રા, બટુકભોજન, ધુન ભજનની રમઝટ સહિતના કાર્યક્રમોથી સૌરાષ્ટ્ર બન્યુ હનુમાનમય

રાજકોટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રામભકત બજરંગબલી હનુમાન જયંતીની ધર્મોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના પ્રાચીન હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ હનુમાન ભકતો ઉમટી પડયા હતા અને પૂજન, અર્ચન, મા‚તિ યજ્ઞ, મહાઆરતી, શોભાયાત્રા, બપોરે બટુક ભોજન, સાંજે ધુન-ભજનનો સંગીતમય કાર્યક્રમો સાથે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં બજરંગબલીનો નાદ ગુંજી ઉઠયો હતો. સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સાળંગપુર હનુમાન મંદિરે ભકતોના ઘોડાપુર ઉમટયા હતા.

Dsc0570

 

ઉના

ઉનામાં રામદુત હનુમાનજીનો જન્મ (પ્રાગટય) ઉત્સવ ભારે ભકિતભાવપૂર્વક ઉજવાયો હતો. ઉના શહેરમાં ત્રિકોણબાગ પાસે આવેલ સૂર્યમુખી હનુમાન મંદિરે સવારે વિવિધ ફુલોથી ફુલપુજા ત્યારબાદ ૧૧ કુંડી હોમાત્મક મા‚તિ યજ્ઞ જેમાં ૧૧ યજમાનોએ બિરાજી આકૃતિ આપી હતી. યજ્ઞનું કાર્ય આચાર્ય રમેશભાઈ દિક્ષિત તથા બ્રાહ્મણોએ કરાવેલ. બટુક ભોજન, સત્યનારાયણની કથા તથા હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા. તેમજ ઉનાના તપોવન આશ્રમ, વાજડી હનુમાન મંદિર, મા‚તિ આશ્રમ, રોકડીયા હનુમાન, દેલવાડામાં નદીકાંઠે આવેલ બાલા હનુમાન મંદિરે શોભાયાત્રા ધ્વજાઆરોહણ, બટુક ભોજન, મહાપ્રસાદ યોજાયો હતો.

દ્વારકા

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે અંજનીપુત્ર હનુમાનજીની જન્મજયંતિની ભકિતભાવપૂર્વક ઉજવણી થયેલ. શહેરના સિઘ્ધેશ્ર્વર મંદિર પાસે આવેલા મા‚તિનંદન હનુમાનજી મંદિર, સુર્યમુખી હનુમાનજી મંદિર, પારસી શેરીમાં આવેલા હનુમાન મંદિર, રાવળા તળાવ પાસે આવેલા હનુમાન મંદિર, ધીંગેશ્ર્વર મહાદેવ પાસે આવેલા હનુમાન મંદિર, રત્નેશ્ર્વર પાસે આવેલા હનુમાન મંદિર, છપ્પન સીડી પાસે આવેલા હનુમાન મંદિર, ગોમતી ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર સહિતના હનુમાન મંદિરોમાં પ્રાગટયોત્સવ આરતી, રામધુન, બટુક ભોજન, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ સહિતના વિવિધ શ્રેણીબઘ્ધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ ગયેલ. શહેરની ધર્મપ્રેમી જનતાએ રામભકત હનુમાનજીની જન્મજયંતીનો ઉત્સવ ભકિતભાવ સાથે ઉજવીને સંપન્ન કરી હતી.

દ્વારકાથી ૩૫ કિ.મી. દૂર સમુદ્રની વચ્ચે બેટમાં ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાનેથી પ કિ.મી. દુર બેટ ટાપુમાં જ હનુમાન દાંડી નામથી પ્રસિઘ્ધ હનુમાનજી તેમજ તેમના પુત્ર મકરધ્વજજીનું આશરે એક હજાર વર્ષ જુના પૌરાણીક મંદિરમાં આજરોજ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાનજીના મંદિરે આજે સવારે પ્રાગટયોત્સવ ઉજવાયો હતો. બાદ વિશિષ્ટ શૃંગાર દર્શન તેમજ અન્નકુટ દર્શનનું પણ આયોજન કરાયું હતું. હજારો ભકતોથી આજે બેટ દ્વારકા ઉભરાયું હતું અImg 0013ને હનુમાનજી- મકરધ્વજજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તંત્ર દ્વારા મંદિર પહોંચવા વધારાની બોટ, ઓટો રીક્ષા તેમજ સ્વયંસેવી સંસ્થા દ્વારા ઠેર-ઠેર સ્ટોલ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

લોધિકા

રામભકત વીર અને યુવાનોના આદર્શ દેવ માનતા બજરંગ બલી હનુમાનજીની જન્મ જયંતીની લોધીકામાં ઠેર-ઠેર ઉજવણી પુજન, અર્ચન, મહાઆરતી, શોભાયાત્રા તેમજ બટુક ભોજનના અનેક કાર્યક્રમો રાખવામાં આવેલ હતા.

લોધીકાના મેઈન ચોકમાં કસ્ટ ભજન હનુમાન તેમજ રોકડીયા હનુમાન તેમજ બાલા હનુમાન તેમજ અનેક નાના મોટા મંદિરોમાં હનુમાન આવેલા છે. લોકો સવારથી ભકતો હનુમાનને સેવામાં મશગુલ હોય છે. નાના મોટા ભાઈઓ તેમજ સવારથી લોધીકાના મેઈન ચોકમાં કસ્ટ હનુમાન મેઈન ચોકમાં આવેલા છે અને બટુક ભોજન કરવામાં આવે છે.

સ્વામી મંદિર અહીં આવેલું છે ત્યાં પણ રાજાશાહી વખતના હનુમાન બિરાજમાન છે. તો ત્યા પણ લોકો સવારથી બહોળી સંખ્યામાં આરતી પણ કરવામાં આવે છે ઠેર-ઠેર બટુક ભોજન બાળકોને કરવામાં આવે છે.

દ્વારકા

દ્વારકામાં સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મંદિર પાસેના મા‚તિનંદન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિતે દ્વારકા રોટરી કલબના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ઝાખરીયા દ્વારા ૨૧૦૦ લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સવારે ૯:૩૦ વાગ્યાથી દ્વારકાના જાણીતા ભાગવતાચાર્ય ચેતનભાઈ સાતા દ્વારા હનુમાનજીના ૧૧૦૮ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. બાદમાં ૨૧૦૦ લાડુનું ભકતોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં દ્વારકાની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો.

લાલપુર

જેમનું સ્મરણ માત્ર તમામ પીડા-સંકટ દુર કરે તેવા હનુમાનજીની જયંતી ગઈકાલે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ. ગઈકાલે હનુમાનજીના મંદિરો ‘જય બજરંગ બલી’ના દિવ્ય નાદથી ગુંજી ઉઠયા. આ વખતે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી હોવાથી ભકતો માટે સોનામાં સુગંધ ભયુર્ં. ત્રણ વર્ષ બાદ હનુમાન જયંતિનું પર્વ મંગળવારે ઉજવાયો તેમજ લાલપુરમાં આવેલા શ્રી રંગીલા હનુમાન જયંતી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ અને ભકતો માટે સાંજે મહાપ્રસાદ પ્રહાર કરવામાં આવેલ હતો.

વેરાવળ

સોમનાથ ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી, સોમનાથ પરિસર ખાતે આવેલ હનુમાનજીનું પ્રાત: મહાપૂજન ઈન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ. સોમનાથ શોપીંગ સેન્ટર તથા વાનરસેના ગ્રુપ દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજાપૂજન, કિલ્લાવાળા હનુમાન મંદિર ખાતે પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. સાંજે ચોપાટી ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટી જે.ડી.પરમાર સાહેબ ઉપસ્થિત રહેલ યાત્રિકો તથા સ્થાનિકોએ પણ સુંદરકાંડના પાઠનું સમુહ પઠન કરી ધન્ય બનેલ. રાત્રીના કિલ્લાવાળા હનુમાન ખાતે અન્નકોટ દર્શનનું આયોજન પણ કરવામાં આવેલ હતું.

ધોરાજી

ધોરાજી માં હનુમાન જયંતિ ની ભાવભેર ઠેર ઠેર ઉજવાઇ હનુમાન જી ના તમામ મંદિરો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળી :

શ્રદ્ધા, નિર્સ્વા ભક્તિ અને અપાર શક્તિના પ્રતિક છે બજરંગ બલી, હનુમાનજી કળયુગના અધિષ્ઠાતા દેવ છે. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જન્મ પહેલાં ભગવાન શંકરના ૧૧માં રુદ્રાવતાર તરીકે હનુમાનજીનો જન્મ યો હતો. એવા હનુમાનજી ની આજે જયંતિ ઉજવણી હતી ત્યારે  હનુમાનજીની પૂજા કરવાની વિધિ ઓ કરાઇ

પૂજા કર્યા પછી સંધ્યા સમયે પણ ઘરમાં સુંદરકાંડ અવા બજરંગ બાણનો પાઠ કરવામાં આવ્યાં હતા  આ દિવસે સંધ્યા સમયે હનુમાન મંદિરમાં લાડૂનો ભોગ ધરાવવો અને તેમની પ્રતિમા પર ચમેલીનું તેલ ચડાવવા માં આવ્યુ હતું તેમાં ધોરાજી ના હનુમાન વાડી, બાલાજી હનુમાન વિસ્તાર, દરબાર ગઢ રોડ બાલયોગી હનુમાન, કે ઓ શાહ કોલેજ પાસે ચિંતા મણી તા તા તમામ હનુમાન જી મંદિરો માં હનુમાન જયંતિ ની ઉજવણી ભાવભેર ઠેર ઠેર ઉજવાઇ હતી ભજન કિર્તન હોમ હવન તા બટુક ભોજન મહાઆરતી ભક્તો એ દર્શન નો ધાર્મિક લાભ લીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.