Abtak Media Google News

પાંચ હજાર વર્ષ પહેલાના ઇતિહાસને ફરી ઉજાગર કરી સમાજમાં એકતા લાવવાનો પ્રયાસ

દ્વારકા-નાગેશ્ર્વર રોડ પર 800 વિઘા જમીનમાં નંદધામ ખાતે વિશાળ ડોમ, આદ્યુનિક સાઉન્ડ સિસ્ટમ, લાઇટીંગ તથા ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો શણગાર

એકાદ લાખ આહિરો ઉમટી પડવાની ધારણા, હસ્તકલા એકસપો, લોકડાયરો, વિશ્ર્વ શાંતિ રેલી, વ્યસન મુકિત ઝુંબેશ, મહાપ્રસાદ વગેરે જેવા કાર્યક્રમોની વણઝાર

રાજાધિરાજ કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારિકામાં હજારો આહિરાણીઓ એક સાથે મહારાસ રમશે આ મહારાસનો હેતુ 5000 વર્ષ પહેલાના ઇતિહાસને ફરી વાગોળીને જીવંત કરવાનો અને સમાજ માં એકતા લાવવાનો છે.આ આયોજનના ભાગરૂપે  દ્વારકાથી આમંત્રણ પત્રિકા આવતા ભગવાન શ્રીકૃષ્ણના આ મહારાસ નું આમંત્રણ રાજકોટ આહીર બોર્ડિંગ ખાતે આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓને અને દેવાયત બાપુ બોદર ની પ્રતિમાએ તથા રાજકોટના વિવિધ ધાર્મિક સ્થળોએ આપવામાં આવ્યું અને ઘરે ઘરે પહોંચતું કરવમા આવ્યું અખિલ ભારતીય આહિરાણી મહારાસના નેજા હેઠળ આગામી તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ આ મહારાસ રમવા માટે તેમજ આ અવિસ્મરણીય લાહવો લેવા માટે નાના મોટા સૌ ઉત્સુક છે રાજકોટ ખાતેથી 15 થી વધુ બસમાં અને અનેક ખાનગી વાહનોમાં આહીર સમાજના મહારાસમાં ભાગ લેનાર બહેનો અને તેમના પરિવારજનો દ્વારકા જવા રવાના થશે . આ મહારાસમાં ભારતના જુદા જુદા રાજ્યો ઉપરાંત વિશ્વ આખાના દેશોમાંથી આહીરાણીઓ ઊમટી કૃષ્ણ ભક્તિમા લીન થઈ આહીર સમાજના પરંપરાગત પહેરવેશમાં મહારાસ રમી આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે

રાજકોટનુ પવિત્ર જલ અને માટી આગેવાનો લઈને જશે આ રીતે ગુજરાતના તમામ જીલ્લાની માટી અને જલ મંગાવી પૂજન કરી એક લોહીયા આહીર કાર્યક્રમ યોજાશે ઉપરાંત દ્વારકાધીશજીને ધજા ચડાવવી, કચ્છના બહેનો દ્વારા હસ્તકલા એક્સ્પો , માયાભાઈ આહીર અને નામાંકીત કલાકારનો લોકડાયરો, વિશ્વ શાંતિ રેલી, વ્યસન મુક્તિ ઝુંબેશ, મહાપ્રસાદ વગેરે કાર્યક્રમો યોજાશે આ માટે દ્વારકા ખાતે નાગેશ્વર રોડ પર 800 વીઘા જમીનમાં ભવ્ય નંદ ઘામ ઉભું કરવામાં આવ્યું છે વિશાળ ડોમ આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ તથા ભાતીગળસંસ્કૃતિને ઉજાગર કરે તેવી રીતે શણગારવામાં આવ્યું છે . હજારોની સંખ્યામાં સ્વયંસેવકો આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે . રાજકોટ જીલ્લાનાં ભાઈઓ દ્વારા દિવ્ય મહારાસ સમયે બેઠક વ્યવસ્થા ઉપરાંત સમગ્ર આયોજન દરમિયાન ચા – પાણી વ્યવસ્થામાં સેવા આપવામાં આવશે . આ મહારાસમાં 1 લાખથી પણ વધુ આહીરો ઉમટી પડશે ઉતારા માટે આયોજકો દ્વારા દ્વારકા નાં લગભગ તમામ સમાજના સમાજભવન બુક કરી લીધાં છે. અખીલ ભારતીય આહીરાણી મહારાસ સમિતિ દ્વારા આહીર સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ પુરજોશમાં તૈયારી ચાલી રહી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.