Abtak Media Google News

૨૦ લાખની વસ્તી માટે કરોડોના ખર્ચે બનેલી ગાંધી સ્મારક હોસ્પિટલનાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાની માંગ

ઝાલાવાડના અંતરીયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાના અભાવ હોવાથી લોકોને સુરેન્દ્રનગર જિલ્લા મથક સુધી સારવાર અર્થે લાંબા થવું પડે છે.પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની એક માત્ર સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ એ છે કે, હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો અને સ્ટાફના અભાવે આશિર્વાદ‚રૂપ બનેલ હોસ્પિટલ અભિશાપ‚રૂપ બની ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકા અને ૫૪૦ ગામડાઓને ૨૦ લાખ વસ્તીની આરોગ્ય સુવિધા માટે મહાત્મા ગાંધી સ્મારક સીવીલ હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલમાં ૧૫૦ બેડની સુવિધા અને કરોડો ‚રૂપીયાના સાધનો હોવા છતાં લોકોને ડોકટરો અને સ્ટાફના અભાવે સારવાર મળતી નથી ત્યારે ગાંધી હોસ્પિટલમાં ડોકટરની ૨૩ ખાલી જગ્યા અને દર્દીઓને સુવિધા આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના જનમિત્રોએ કલેકટર કચેરીમાં શનિવારે હલ્લાબોલ કરી આવેદનપત્ર પાઠવ્યું હતુ.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સુબોધભાઈ જોષી, ગીરીરાજસિંહ ઝાલા, સતીષભાઈ ગમારા, નિલેશભાઈ વાઘેલા, મહાદેવભાઈ દલવાડી, સાહિરભાઈ સોલંકી, મોટુભાઈ, દિપકભાઈ ચીહલા સહિત કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેકટરને સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં ૧૫ જેટલી સમસ્યાઓનું આવેદનપત્ર આપી યોગ્ય કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.