Abtak Media Google News

જાગૃત કોર્પોરેટર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના ભાગ રૂપે તા.૦૯/૦૭/૨૦૧૮ના રોજ માર્કેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જ્યુબેલી શાક માર્કેટની સ્ળ મુલાકાત લઇ શાક માર્કેટની અંદર વેપાર કરતા વેપારીઓના જુદા જુદા પ્રશ્નો સાંભળી, તેમના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી. તેમજ પોતપોતાના વેપારધંધાની આજુબાજુમાં સાફ સફાઈ રાખવા તેમણે વેપારીઓને સુચના આપેલ.

Advertisement

વધુમાં મારકેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ શાક માર્કેટનું નિરિક્ષણ કર્યું હતું અને આસી.મેનેજર બી.એલ. કારોટીયા, બી.બી. જાડેજા તથા  લગત અધિકારીઓને રાજકોટ મહાનગરપાલિકા લગત જુદી જુદી સેવાઓ સત્વરે પૂરી પાડવા સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.