સતત નવમાં વર્ષે સ્ટર્લિંગના સહયોગથી સ્પર્ધાનું આયોજન૧ થી ૬ વર્ષના બાળકો માટે સ્પર્ધા અબતકને અપાઈ વિશેષ વિગતો
જેસીઆઈ રાજકોટ યુવા સતત નવમાં વર્ષે પણ સ્ટર્લિંગને સાથે લઈ બેબી લેન્ડ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરેલ છે. તા.૫/૮/૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી આ ભવ્ય બેબી લેન્ડ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે આ વર્ષે સ્ટર્લીંગ હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે, રાજકોટ મુકામે યોજવામાં આવશે. આ કોમ્પીટીશનમાં ફકત ૧ થી ૬ વર્ષના બાળકો માટે રહેશે આ કોમ્પીટીશનમાં કુલ ૬ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માઈલ બેબી, હેલ્ધી હેર બેબી, હેલ્ધી બેબી, બ્યુટીફુલ આઈઝ બેબી, ફેન્સી બેબી અને કયુટ બેબીનો સમાવેશ થાય છે.
તમામ કેટેગરીમાં જે તેના નિષ્ણાંત બેસાડવામાં આવશે અને તેના દ્વારા જજીંગ કરી તા.૮/૮/૨૦૧૮ને બુધવારના રોજ હેમુગઢવી હોલ મુકામે બપોરે ૨:૩૦ થી ૬:૩૦ ૧ થી ૬ વર્ષના બાળકોની એવોર્ડ સેરેમની યોજાશે. કુલ ૯૦થી વધારે બાળકોને વિજેતા જાહેર કરવામાં આવશે. જેમને એવોર્ડ સેરેમનીમાં એવોર્ડ અને ગીફટ આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવશે.
આ સ્પર્ધાની ફી રૂ.૪૦૦/- રહેશે. જેસીઆઈ રાજકોટ યુવા આ બેબી લેન્ડ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન બાળકોને પ્રોત્સાહન મળે એ માટે એનું આયોજન કરે છે. આ માટે જેટલા બાળકોએ એમાં ભાગ લેશે તે તમામને એક કીટ જેમાં મેડલ, સર્ટીફીકેટ, કિડસ સીલ્વર પ્લેટેડ, બુફે સેટ, કેડબરી, સ્નેકસ અને ૬ થી ૮ મોડેલીંગ ફોટો વાઉચર તથા મેમી પોકો તમામ ભાગ લેનાર બાળકોને સ્પેશ્યલ રીટન ગીફટ સ્પર્ધા દરમ્યાન આપી તેમને જાહેરમાં પ્રોત્સાહિત કરવામાં આવશે.
તમામ બાળકોને અને વાલીઓને અગવડતા અને તકલીફ ના થાય એ માટે એમને પહેલાથી એક ટેગ અને ટાઈમ ફાળવી દેવામાં આવશે. જેથી વાલીઓને પોતાના બાળકને અગાઉથી તૈયાર કરાવી જે તે આપેલ સમયે સ્પર્ધામાં ભાગ લેવા આવવાનું રહેશે તેની વિશેષ નોંધ લેવી. ફોર્મ મેળવવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે, રાજકોટ, શાંતિલાલ જમનાદાસ જવેલર્સ, દોશી પ્લાઝા, જલારામ યુનિ. રોડ, રાજકોટ ફોન નં.૦૨૮૧-૨૫૮૩૦૦૩ તથા શીતલ સ્પોર્ટસ, ૧૦૪ બિઝનેસ ટર્મીનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રેસીડેન્ટ જેસી મિતેષ પટેલ, સેક્રેટરી જેસી પલક ચંદારાણા, આઈપીપી જેસી ગીરીશ ચંદારાણા, ફાઉન્ડર પ્રેસીડેન્ટ જેસી અશ્વિન ચંદારાણા, ટ્રેઝરર જેવી મનિષ પલાણ, વાઈસ પ્રેસીડેન્ટ જેસી વિશાલ પંચાસરા, જેસી પથીક મોદી, જેસી કેવલ પટેલ, જેસી ભાર્ગવ ઉનડકટ, જેસી સંદિપ દફતરી, જેસી કરન છાટપાર, જેસીરેટ ચેરપર્સન ક્રિના માંડવીયા, જેસીરેટ રચના ‚પારેલ, જેસીરેટ શીલુ ચંદારાણા, જેસીરેટ પાયલ મોદી, જેસીરેટ અલ્પા દફતરી, જેસીરેટ હેતલ દોશી, જેસીરેટ ઉમા રાડીયા, જેસીરેટ સોનલ ગગલાણી, પ્રેસીડેન્ટ જેસી મયુર ચૌહાણ, જેસી પ્રતિક દોશી, જેસી જિજ્ઞેશ શાહ, જેસી ખ્યાતી પાડીયા, જેસી સ્વાતિ રાજયગુરુ, જેસી યજ્ઞેશ રાજયગુરુ, જેસી હરીશ ચંદારાણા, જેસી ચિરાગ દોશી, જેસી બ્રિજેશ માંડવીયા, જેસી રીમા શાહ, જેસીરેટ કુંજલા ઉનડકટ, જેસીરેટ રાખી દોશી, જેજે પ્રિયાંશી રૂપારેલ, જેજે વંશ ગગલાણી, જેજે ખુશ્બુ ચંદારાણા, જેજે અમન ચંદારાણા, જેજે ઈશા ચંદારાણા જહેમત ઉઠાવી રહ્યા છે.