Abtak Media Google News

કોર્પોરેટ બાબતનાં મંત્રાલય દ્વારા ખાસ સમિતિની રચના, લોન લેનારાઓને પણ રાહત મળે તેવા સંકેતો

વિજય માલ્યા, નિરવ મોદી જેવા ટોચના ઉઘોગપતિઓ દ્વારા બેન્કમાંથી લોન મેળવ્યા બાદ નાણાં ચૂકવવામાં હાથ ઉચા કર્યા બાદ બેન્કમાંથી લોન મેળવનારા તમામ લોકોને એક નજરે જોવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અને બેન્કમાંથી લોન લીધા બાદ નાણા નહી ચુકવાનારા તમામ લોકો ‘ચોર’નથી હોતા પરંતુ કેટલીકવાર સમય, સંજોગોને કારણે પણ લોન ચુકવાણામાં વિલંબ થતો હોય કંપની એકટમાં ખાસ ફેરફાર કરી સાચા અને નિર્દોષ લોકોને રાહત આપવાની સામે દોષિતોને આકરો દંડ ફટકારવાની તરફેણ કરી એક ખાસ સમીતીની રચના કરી છે.

કેન્દ્ર સરકારનાં કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય દ્વારા બેન્ક ફ્રોડનાં કિસ્સાઓ બાદ સાચા અને ખોટા કરજદારો વચ્ચેના ભેદને છુટો પાડવા માટે ખાસ કવાયત શરુ કરી છે. જેનાં ભાગરુપે સેક્રેટરી આઇ. શ્રીનિવાસની અઘ્યક્ષતામાં એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં બેન્કીંગ ક્ષેત્રના ઉદય કોટક, વકીલ શારદુલ શ્રોફ, અજય બાટલ અને ઓડીટર અમરજીત ચોપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં સમીતી દ્વારા એમ.સી.એ.એ એકટ ૨૦૧૩ હેઠ આર્થિક અપરાધોની સમીક્ષા કરવામાં આવશે કારણ કે બેન્કીંગ અપરાધોમાં ડિફોલ્ટરોના કિસ્સામાં અપવાદરુપ કિસ્સાઓપણ હોય છે કારણ કે અનેક કિસ્સામાં સમય અને સંજોગોના કારણે કેટલીક કંપનીઓની હાલત ખુવારી બની હોય છે.

જે કારણો તપાસી તેમને રોહત માટે હળવી દંડનીય કાર્યવાહી કરી લોન ભરપાઇ કરવાનો મોકો આપવામાં આવે તો આખી કંપનીઓ  પુન: પોતાનું અસ્તીત્વ જાળવી શકે છે. આ ઉ૫રાંત આ સમીતી ગંભીર પ્રકારનાં ગુન્હાઓમાં દંડ અને કેદ અથવા બન્ને સજાપાત્રનોની તપાસ ઝડપભેર કરી શો તે માટે કાયદામાં ફેરફારો કરાવશે.

ઉલ્લેખનીય છે કે મોટા બેન્કીંગ કૌભાંડ બાદ સમય અને સંજોગોને લઇ નાણા ચુકવવામાં વિલંબ કરતા તમામને હાલમાં અપરાધીક ભાવનાથી જોવામાં આવે છે. અને સરકાર પણ એન.પી.એ વસુલવા મળતી સહીતની કાર્યવાહી કરી રહી છે. ત્યારે જો આવીને આવી પરિસ્થિતિ રહેતો આવનાર દિવસોમાં બેન્કોનો મૃત્યુઘંટ લાગી શકે તેમ હોવાનું પણ જાણકારો માની રહ્યા છે.

વધુમાં સરકાર દ્વારા આર્થિક બાબતોને લઇ બેન્ક લોનમાં ડિફોલ્ટ થવાનો કિસ્સામાં જે સુક્ષ્મ ભેદ રહેલો છે. તેને અલગ તારવા માટે કોર્પોરેટ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ખાસ સમિતિને ૩૦ દિવસમાાં કંપની એકટમાં  ફેરફાર કરવા જણાવાયું છે. અને ખાસ કરીને નાદારી અને નાદારી સરિતામાં સુધારા સાથે આ મામલે ખાસ વટહુકમ બહાર પાડયા તૈયારી ચાલી રહી છે અને આ મામલે કોર્પોરેટ કંપનીઓની સાથે સાથે હાઉસીંગ લોન લેનારા અને બાદમાં ડિફોલ્ટ બનેલા લોકોનાં હિતને પણ ઘ્યાનમાં લેવામાં આવનાર હોવાનું સૂત્રોએ અંતમાં ઘ્યાનમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.