Abtak Media Google News

ટ્રાયના નવા નિયમો મુજબ જો એપલ આઈફોન એપ ઈન્સ્ટોલ નહીં કરે તો માઠી અસર થશે

યુવાનોમાં ખુબ જ લોકપ્રિય બનેલો અને સ્ટેટ્સ સિમ્બોલ બની ચુકેલો એપલ આઈફોન હવે ભારતમાં નકામા બની જશે. જાણીને થોડુ આશ્ચર્ય થશે પણ જો આઈફોન દ્વારા ટ્રાયના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો આઈફોનનો ઉપયોગ બંધ કરવો પડશે.

દેશમાં વધતો જતો સોશ્યલ મીડિયાનો દુરઉપયોગ અને ગુનાહિત પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી ટ્રાયને પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત આઈફોન વાપરનારે પેસ્કી કોલ નામની એપ ડાઉનલોડ કરવી પડશે. આવનાર છ મહિનામાં જો એપલ દ્વારા આ એપ ડાઉનલોડ નહીં થાય તો ભારતમાં આઈફોન નકામા બની જશે.

ઉલ્લેખનીય છે કે અન્ય ફોનની સરખામણીમાં આઈફોન જ એક એવો ફોન છે જે હેક કરવો કે તેની વિગતો ચોરવી મુશ્કેલ છે પરંતુ વધતા જતા સાયબર ક્રાઈમના પ્રમાણને ધ્યાનમાં રાખી ટેલીકોમ ઓથોરીટીએ આઈફોન ઉપભોકતાઓને પેસ્કી કોલ એપ ઈન્સ્ટોલ કરવાનું જણાવ્યું છે જો આવનાર છ મહિનામાં આ એપ ડાઉનલોડ નહીં થાય તો ટ્રાય આકરા પગલા લેશે.

મહત્વનું છે કે આઈફોનના દરેક ઉપભોકતા સુરક્ષિત છે પરંતુ કેટલાક લોકો ટેકનોલોજીનો દુરઉપયોગ કરે છે અને ગુનાહિત પ્રવૃતિ કે લોકોને ગેરમાર્ગે દોરવા ફોનનો ઉપયોગ કરે છે. આ એપ દ્વારા જે-તે આઈફોનનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે અને જો પરમીશન મળશે તો જ આગળના ફંકશન ચાલુ થશે. ટ્રાયે આ અંગે ૧૧૩ પેજનું વોલ્યુમ તૈયાર કર્યું છે જેને ટેલીકોમર્શીયલ કોમ્યુનિકેશન કસ્ટમર લીફરન્સ રેગ્યુલેરીન નામ આપવામાં આવ્યું છે.

વધુમાં ટ્રાયના ચેરમેન આર.એસ.શર્માએ જણાવ્યું કે, એપલનો આઈફોનનો ઉપયોગ અન્ય દેશની સરખામણીમાં ભારતમાં વધારો થાય છે જો આ એપને ઈનસ્ટોલ કરવામાં આવશે તો જ આઈફોન ઉપભોકતા આઈફોન એકસેસ કરી શકશે. જોકે એપલે ગત ઓગસ્ટમાં જ પોતાના ડેટા સાચવી રાખવા માટે યોગ્ય પગલા લીધા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે એપલ અત્યારની પરિસ્થિતિમાં ફેઈલ ગયું છે અને જો ટ્રાયે આ પ્રપોઝલ ગત મહિને જ એપલને આપી હતી પરંતુ એપલે આ અંગે કોઈ ઠોસ પગલા લીધા નહીં. ટ્રાયના નવા નિયમો મુજબ આ એપ ઈન્સ્ટોલ કરવાથી ગ્રાહક પોતાના ફોનની સાથે પોતાનો પર્સનલ ડેટા પણ ગુપ્ત રાખી શકશે. જેના લીધે સોશ્યલ મીડિયામાં ફેલાતા ગેરમાર્ગે દોરવાના મેસેજ પણ બંધ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે જુન ૨૦૧૬માં ઉપભોકતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઈડ ફોન દ્વારા એપને અપ્રુવલ આપવામાં આવ્યું પરંતુ એપલે આ અંગે નનૈયો ભણ્યો હતો. એપલ આઈફોન ટ્રાયના નિયમ મુજબ જો આ એપ ઈનસ્ટોલ કરી પોતાના ગ્રાહકોના રેકોર્ડ અને મેસેજની ડિટેઈલ નહીં રાખે તો ભારતમાંથી આઈફોનને બાય બાય કરી દેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.