Abtak Media Google News

કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિધાર્થીઓ અને તેમના વાલીઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઈ ત્રિવેદી ઇજનેરી કોલેજમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રમ વર્ષમાં પ્રવેશ લેનાર વિધાર્થીઓનું તેમજ તેમના વાલીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવેશ મેળવેલ વિધાર્થીઓને કોલેજ દ્રારા કીટ અને વિવેકાનંદજીનું પુસ્તક યુવાનોને આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દ્રારા કોલેજના  હેતુ અને કાર્યવાહીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પ્રિન્સીપાલ સર એ કોલેજની માહિતી અને સારા એન્જીનીઅરની જરૂરિયાત વિષે જણાયું હતું. ઇલેક્ટ્રિક વિભાગના હેડ પ્રો. રાહુલ પરમાર દ્રારા કોલેજના નિયમોની પુરેપુરી માહિતી આપી હતી અને સ્વયંશિસ્તનું મહત્વ સમજાયું હતું. કોલેજના ભૂતપૂર્વ રેન્કર્સ વિર્દ્યાીઓનું મેડલ તા ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો. વિનોદ પાંચાલ દ્રારા આભારવિધી કરવામાં આવી હતી. સર્વ કાર્યનું સફળ સંચાલન સીનીયર વિધાર્થીઓ દ્રારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.