Abtak Media Google News

પ્રવર્તમાન સમયમાં વિશ્વભરમાં વેપાર ઉઘોગ તેમજ અન્ય વ્યવસાયોમાં વૈશ્ર્વિક સ્તરે ચડાવ ઉપારની અસરો શેરબજાર ઉપર થતી રહે છે. ર૧મી સદીમાં રોકાણકારો બિઝનેસ એકસ્પાન્શન અને હાઇ રીટર્ન માટે શોટટર્મ ફિનાન્શીયલ સીકયોરીટી શેરબજાર અને મ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. ૧૯મી સદીમાં સમયમાં રોકાણકારો લાંબા ગાળાનો મુદતમાં રોકાણ કરવા બેંકની આકર્ષક સ્કીમોમાં રોકાણ કરવા આકર્ષાતા હતા. ત્યારે શા માટે રોકાણકારો શેર બજાર અને એમયુએફમાં રોકાણ કરી રહ્યા છે. કંપની તથા રોકાણકારોને શું ફાયદો મળે છે. સાથે આવતા ૬ મહીના બાદ શેરબજાર અને એમયુએફની શું સ્થિતિ હશે તેના પ્રીડીકશન જાણીએ વિવિધ શેરબજારના માંધાતાઓ પાસેથી…

શેરબજારમાં રોકાણનું પ્રમાણ ૧૯૯૧ બાદ વઘ્યું: સુનિલ રાઠોડ

Vlcsnap 2018 07 20 11H11M30S254

અબતક સાથેની વાતચીત દરમિયાન રાઠોડ ઇનેસ્ટમેન્ટના ઓનર સુનીલ રાઠોડએ જણાવ્યું હતું કે ૧૯૯૧ થી ગ્લોબલાઇઝેશન બાદ ફિનાન્શીયલ સીકયોરીટીનો ટ્રેન્ડ આવ્યો છે. ગર્વમેન્ટની ઉદારનીતી ડિમોનીટાઇઝેશન અને ડીપોઝીટના રેટ ઘટવાથી મ્યુચ્યુઅલ ફંડ તરફ લોકો આકર્ષાવા છે. ૨૦૧૪ થી ઇકીવટી માર્કેટમાં પણ બુમ હતી.

નાના ફેમીલી આઇપીઓમાં વધારે રોકાણ કરી રહ્યા છે. છેલ્લા ર૦ વર્ષથી મ્યુચ્યુઅલ ફંડના બિઝનેશ સાથે સંકળાયેલો છું ત્યારે મારા મત મુજબ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ સારું છે.

મ્યુચ્યુઅલ ફંડ પારદર્શક છે ત્યારે એડવાઇઝર માણસોની બધી રીસ્ક પ્રોફાઇલ પૂછી આવક જાવક જાણી સીસ્ટેમીક પ્લાન દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ દિવસેને દિવસે ગ્રો થતું જાય છે. ર૩ લાખ કરોડ મ્યુચ્યુઅલ ફંડનું ટોટલ એયુએમ છે. એસઆઇપી દ્વારા પણ મોટી રકમ આવે છે.

આવતા ૬ મહીનાના બાદ આઇપીઓ ઉપર થતી અસર જેવી કે ઇડિવરી માર્કેટ, ફંડના ભાવ વધાથી ફિસ્કલ ડેફીસીટમાં પણ વધારો થાય છે. ચુંટણીના રીઝલ્ટ પ્રમાણે આર.બી.આઇ. અને શેરબજાર પર આ નભે છે. છેલ્લા મહિનાઓના અનીંગ ખુબ જ સારા છે.

સેબી દ્વારા સાઇબર ક્રાઇમ ન થાય તેના માટે નિયમો અને પગલા લઇ જ રહી છે ફીનાન્સીયલ ઇન્સ્ટ્રમેન્ટને એ વધારે પારદર્શક કરતી જાય છે. જેના દ્વારા ઇન્ટરનેશનલ  માર્કેટની બેસ્ટ સંસ્થા સેબી છે જે ખુબ જ પારદર્શતા વાળી છે. કોઇપણ જાતનું જોખમ ન લેવું એ જ મોટું જોખમ મારા મત મુજબ છે. ભાવ વધ-ઘટ કોમોડીટી, ઇકિવટી માર્કેટમાં થતું રહે છે. રીઅલએસ્ટેટમાં મંદી હોવા છતાં જોખમની સાથે વળતર જોવું જોઇએ કોઇપણ રોકાણકાર લગોટમ વીન્ડન રાખે તો સારું ઇન્વેસ્ટમેન્ટ પર રોકાણ મળે.

ફાઇનાન્સીયલ સિકયુરીટીમાં બુમ: પરેશ વાધાણી

Vlcsnap 2018 07 20 11H03M45S206

અબતક સાથેની વાતચીત દરમિયાન બંસલ ફિન્સ્ટોક પ્રાઇવેટ લીમીટેડના રીજીનલ મેનેજર પરેશ વાધાણીએ જણાવ્યું હતું કે ફીનાન્સીયલ સીકયોરીટી અને શેરબજારમાં લોકો એટલે ઇન્વેસ્ટ કરે છે કે એમને એકસીટ લેવી સરળ રહે, ટુંકાગાળામાં પૈસાની જરુરીયાત મુજબ એ ઉપાડી શકે. ફેમીલી ઇન્વેસ્ટમેન્ટ એટલે કરે છે એમને રીટર્ન વધુ મળે અને ઝડપથી મળે.

રાજકોટ, સૌરાષ્ટ્રમાં આઇપીઓનું ઇન્વેસ્ટમેન્ટ વધુ કરે છે. ૧૫૦૦૦ સુધીના નજીવી કિંમતના રોકાણની સ્કીમ નાના ફેમીલી આઇપીઓમાં રોકાણ કરે છે જેમાં વ્યાજ પણ તેમને મળે છે. આવી રીતે પોતાનો ઇન્વેસ્ટ મેન્ટ પોર્ટફોલીયો બનાવે છે. છેલ્લા કવાર્ટરમાં ૨૧૫૦૦ કરોડ ‚પિયા મ્યુચ્યુઅલ ફંડમાં આવ્યા છે. એસઆઇપી દ્વારા એમયુએફમાં રોકાણ વધી રહ્યું છે.

૬ કરોડ એકાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં છે. મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત શેર માર્કેટ બંનેમાં બૂમ છે. મ્યુચ્યુઅલ ફંડના પૈસા છેવટે ઇકીવટી માર્કેટમાં જ આવતા હોય છે. ૧૧૦૦૦ ની નીફટી ૩૫૦૦૦ નો સેન્સેકસ ચાલી રહ્યો છે. ત્યારે ઇકીવટી માર્કેટને બુમ મળશે. ટૂંક સમયમાં મંદીની  શકયતા નથી. આઇપીઓ દ્વારા કંપની પ્રોડટીવીટી એકસ્પાન્શન અને ડેલ્ટ કીલઅર કરવા અને રોકાણકારને વળતર આપવા બહાર પાડે છે. અસબા સીસ્ટમ દ્વારા બેન્ક દ્વારા પૈસાની લેવડ-દેવડ થતી હોય છે તો બધું જ ડિજીટલાઇટઝડ થઇ ગયું છે. અને રોકાણકારો આરીટીજીએસ, એન.ઇએફટી દ્વારા જ પેઇમેન્ટ કરે છે બધુ જ ડીજીટલાઇઝડ જ છે.

અને સાઇબર ક્રાઇમ ની શકયતાઓ બહુ જ ઓછી પ્રમાણમાં છે. શેરબજાર એ મોતનો કોળીયો ના કહી શકીએ પરંતુ રીસ્કી કહી શકીએ વધુ રીટર્ન વધુ રીસ્ક છે. બેન્ક એફડી પીપીએફ કરતા વધુ વળતર માટે થોડું રીસ્ક શેરબજારમાં છે. મંદીમાં માર્કેટ તૂટવાથી રોકાણકારો પૈસા ગુમાવે કારણ કે લોગટમ વેચાણ એ વિચારતા નથી.

આઇપીઓ કરતા મ્યુચ્યઅલ ફંડ વધારે સલામત: નીખીલ ગજજર

Vlcsnap 2018 07 20 11H07M55S160

અબતક સાથેની વાતચીત દરમિયાન કંપની સેક્રેટરી તથા ક્ધસલ્ટન્ટ એટ સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એકસચેન્જ લીમીટેડ એ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં લોકો બેંક અને ફિકસ ડીપોઝીટમાં રોકાણ કરતા હતા પરંતુ વર્તમાન સમયમાં આઇપીઓ, શેરબજાર અને ફિનાન્સીયલ સીકયોરીટીમાં રોકાણકારો વધારે રોકાણ કરી રહ્યા છે.

ફિનાન્સીયલ માર્કેટમાં એક મનીમાર્કેટ ઇન્સ્ટ્રમેન્ટ આવે ત્યારબાદ ડેલ્ટ માર્કેટ ઇન્સ્ટ્રમેન્ટ અને ઇકીવીટી માર્કેટ એટલે કે શેરબજારમાં ટ્રેડીંગ થતું હોય ડેલ્ટ માર્કેટમાં ડિબેન્ચર બોન્ડસ જેના પર ઇન્ટરેસ્ટ મળે શેરમાં ડીવીડન્ડ રીવોર્ડમાં મળે ટી-બીલ્સ કોમર્શીયલ પેપર ગર્વમેન્ટ સીકયોરીટી કહેવાય. બધા શોર્ટટમ પ્રોફીટ માટે ઇકવીટી શેરમાં વધારે રોકાણ કરે કારણ કે હોમલોન્સ અને બીજી લોન્સના ફઇન્ટરેસ્ટ રેટ વધારે હોય છે. ડેલ્ટ માર્કેટમાં ઇન્ટરેસ્ટ મળે છે

જે ફિકસ ડિપોઝીટ કરતા વધારે મળે લોગટમનું વિચારીએ તો કેટલા સમય સુધી રોકાણ કરવું છે અને કયારે ફંડનો રીવોર્ડ જોઇએ છે એવી રીતે રોકાણકારો ઇન્વેસ્ટ કરે ઇકીવટી માર્કેટમાં પ્રમાણમાં ઓછું કરે કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં સેફટી હોય છે તો રોકાણકારોએ વધારે પ્રીફર કરે મ્યુચ્યુઅલ ફંડમાં ખરીદ વેચાણ ઓછું થાય સાથે ટેકસ બેનીફીટ મળે અને એકસપર્સ્ટફંડ મેનેજર મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્ઝેશન કરે છેલ્લા એકાદ મહિનાથી શેરબજારની સ્થિતિ સાનુકુળ છે. છેલ્લા મહીનાઓમાં વોલેટાઇલ હતી. આઇપીઓમાં ઘણી વાર ઇન્વેસ્ટ થઇ રહ્યું છે.

પરંતુ આવતા થોડા મહિનામાં માર્કેટ સ્થિતિ વોલેટાઇલ રહેશે. કંપની કેપીટલ રીકવાયરમેન્ટ માટે અને એડસ્પાન્સશન માટે પબ્લીક પાસેથી લઇ રીવોર્ડ આપે એટલે જ આઇપીઓ બહાર પાડે, ન્યુઝ પર બીલીવ કરી શોર્ટ ટર્મ માટે આઇપીઓમાં ઇન્વેસ્ટ કરે પરંતુ ઇન્વેસ્ટ શેર લઇને લોગટમ ઇન્વેસ્ટમેન્ટ વધુ લાભદાયક રહે. ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા બધા સેકટરમાં ડેગલોપમેન્ટ માટે ઘણા પ્રયાસ કરી રહી છે. ૮૦ ટકા થી ૮૫ ટકા લોકો પાસે ટાઇમ નથી કે એ ઇકીવટી માર્કેટ જોઇ રોકાણ કરે એટલે જ એમયુએફ પ્રમાણે સમયનો બચાવ, સલામત રોકાણ અને રીવોર્ડ  માટે વધારે સ્કીમ બહાર પાડી એમયુએફ માટે પબ્લીક માટે સ્કોપ ઉભા કરે શોર્ટ ટર્મ માટે આઇપીઓ માં રોકાણ કરવું જયારે એમયુએફમાં કેપીટલ સાચવવા લોગ ટમ માટે કરો અને એસઆઇપીમાં કરવું.

સીસ્ટેમીક ડેવલપમેન્ટ પ્લાન (એસઆઇપી) એટલે બેંક ખાતા માંથી અમુક રકમ બાદ થાય અને સીસ્ટમથી રોકાણ કરો અને એ લોગટમમાં વધુ ટેકસ બેનીફીટમાં હેલ્થી ગેઇન આપશે. પહેલાના સમયમાં ફોર્મ માટે લાઇનમાં ઉભુ રહેવું પડતું પરતું આજે ડીજીટલાઇઝેશન દ્વારા બધુ જ ઓનલાઇન ન્યુન્ઝેકશન શકય બન્યું છે.

સરળ અને સલામત રોકાણ માટે બેંક પણ ડિજીટલાઇઝેશન તરફ જળી રહી છે. સાઇબર સાઇબર ક્રાઇમ દ્વારા બ્રોકર દ્વારા એકાઉન્ટમાં શેર ન આવે ફોડ શકય બને પરંતુ આરબીઆઇ સીકયોરીટી સીસ્ટમમાં પગલા લઇ રહી છે.

લોકોની માન્યતા એવી છે કે શેરબજારમાં રાતોરાત પૈસા ડબલ થવા જોઇએ પરંતુ રોકાણ માર્કેટ એનાલીસીસ કરી કરવું જોઇએ સાથે મ્યુચ્યુઅલ ફંડનું સ્કીમ ડોકયુમેન્ટ વાંચીને કંપનીના પ્રોસ્પેકટસ વાચી રોકાણ કરવાથી સરળતા રહે ફેક્ધયુઝ ઓફર ડોકયુમેન્ટ વાંચીને રોકાણ કરવાથી સલામતી રીવોર્ડમાં રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.