Abtak Media Google News

અમરેલી જિલ્લાના ૧૦ તાલુકાઓનાં ખેડુતોને પાક વિમામાં હળાહળ અન્યાય મામલે ધારાસભ્ય અમરીશ ડેરના નેતૃત્વમાં ખેડુત સંમેલન યોજાશે.

રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડૂતોને પછાલા વર્ષનાં વીમાના નાણાંમાં હળહળતો અન્યાય બાબતે ધારાસભ્ય અંબરીષભાઈ ડેરનાં નેતૃત્વમાં ખેડૂત મહાસંમેલન ૧૦ મી ઓગસ્ટે યોજાશે સરકાર દ્વારા ૨૦૧૭ના વર્ષનાં ખરીફ પાકોના વીમાના નાણાં ફાળવવામાં આવ્યા છે પરંતુ અમરેલી જિલ્લાના ૧૦ તાલુકામાં રાજુલા તાલુકાની બાદબાકી થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ જાફરાબાદ તાલુકાને ફક્ત ૮૮૦૦૦ હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા છે જાફરાબાદના ખેડૂતો દીઠ ગણતરી કરતાં ૧૨ રૂપિયા ભાગે આવે તેવાં મામુલી રકમની ફાળવણી કરતા બંને તાલુકાના ખેડૂતોને સરકાર દ્વારા હળહળતો અન્યાય કર્યો છે

Advertisement

આથી ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ને ખેડૂતો અને સરપંચો દ્વારા રજૂઆત કરતાં તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરી તા. ૧૦/૦૮/૨૦૧૮ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેરના નેતૃત્વમાં ખેડૂત મહાસંમેલનનુ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલનમાં રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડૂતો હાજર રહેશે અને તમામ આગેવાનો ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.