Abtak Media Google News

સ્ત્રીઓના કામની કદર થતી નથી

ભારતમાં સરેરાશ સ્ત્રીઓ દરરોજ ૩૫૨ મિનિટ કામ કરે છે જે પુરુષો ફકત ૫૧.૮ મિનિટ અવેતન કામ કરે છે

ભારત સરકાર દ્વારા રોજગારી અને અવેતન કામગીરીનો સર્વે કરી કોન કેટલું કામ કરે છે ? તે અંગેનો એક મહત્વનું સર્વેક્ષણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ગૃહકાર્યમાં સતત પોરવાયેલી રહેતી મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે.

હાલના સંજોગોમાં દિન રાત ઘર, પરીવાર, બાળકોની સંભાળ રાખતી મહિલાઓના કામની કદર થતી નથી ત્યારે ચોંકાવનારી વાત એ છે કે પુરુષોની તુલનાએ મહિલાઓ દિવસ દરમિયાન ૩૫૨ મિનિટ કોઈપણ જાતની અપેક્ષા વગર અવેતન કામ કરે છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના જનરલ દેવીપ્રસાદ મંડલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સરકાર અવેતન કામગીરીની નોંધ લેવા માટે સર્વે કરવા જઈ રહી છે. જેમાં ખાસ કરીને મહિલાઓની કામગીરીનો અંદાજો કાઢવામાં આવશે અને આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં આ આંકડાઓ સતાવાર રીતે જાહેર કરવામાં આવશે.

સામાન્ય રીતે અવેતન કામ કરતી મહિલાઓની કામગીરીની નોંધ લેવાતી નથી. મહિલાઓ દિવસભર બાળકોની સંભાળ લેવાથી લઈ રસોઈ બનાવવી, અન્ય ગૃહકાર્યો કરવા જેવી કામગીરીમાં સરેરાશ ૩૫૨ મિનિટ દૈનિક અવેતન કામ કરતી હોય છે. જેની તુલનાએ પુરુષો ફકત ૫૮.૧ મિનિટ જ અવેતન કામ કરતા હોય છે. આ સંજોગોમાં મહિલાઓની કામગીરીની કદર કરવા સરકારે મહત્વપૂર્ણ સર્વે હાથ ધર્યો હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.