Abtak Media Google News

ઉચ્ચ ગુણવત્તા યુકત સહ બ્રાન્ડીંગ ધરાવતા આરએલન કાપડનું કરશે ઉત્તપાદન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા અમદાવાદ સ્થિત અરવિંદલીમીટેડ સાથે જોડાણ કરી ઉચ્ચગુણવતા યુકત સહ બ્રાંડીંગ ધરાવતા  કાપડનું ઉત્પાદન કરશે. આ ભાગીદારી આર.આઈ.એલ.ની હબ એકસલન્સ પાર્ટનર કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે.

આર.આઈ.એલ. દ્વારા આજે અમદાવાદમાં હબ એકસલન્સ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં આરએલન કાપડ ૨.૦ રજૂ કરાયું હતુ આ કાપડ વિશેષ ફાઈબરમાંથી બનાવવામાં આવ્યું છે. જે ડેનીમ અને બીજા વણાટના કાપડમાં ઉપયોગમાં લેવાશે આ કાર્યક્રમમાં ટેક્ષટાઈલ ક્ષેત્રનાં વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. અને તેમનો આરએલન કાપડ પ્રત્યેનો પ્રતિભાવ ખૂબજ ઉત્સાહજનક હતો. આ ભાગીદારી મૂજબ અરવિંદ ઉચ્ચ કક્ષાનું ગુણવતાયુકત કાપડ પૂરૂ પાડશે. જયારે આર.આઈ.એલ. આરએલન ની ઉચ્ચ ગુણવતાયુકત ટેકનોલોજી નિર્ધારિત સમય મર્યાદામાં અરવિંદને પૂરી પાડશે.

અરવિંદ લિમિયેડના ડેનિસ વિભાગના સી.ઈ.ઓ આમીર અખ્તરે જણાવ્યુંં હતુ કે ડેનિમ ફેબ્રિકની આરએલન શ્રેણી માટે રિલાયન્સ સાથે જોડાણ કરવાનો અમને આનંદ છે. અરવિંદ માટે આ ભાગીદારી નવા ટ્રેન્ડસ પ્રમાણે ગુણવતાયુકત ઉત્પાદનો તૈયારક રવા માટેના દ્વાર ખોલી આપશે. આક્રો બ્રાન્ડીંગ પ્રયાસો કલાત્મક રીતે આનંદઆપનારા ટેકનોલોજીની રીતે અગ્રેસર અને સૌથી મહત્વપૂર્ણ રીતે ટકાઉ ઉત્પાદનો આપવાના અમારા વિઝનને પૂન:પ્રતિપાદિત કરે છે.

આરએલનની કો-બ્રાડીંગ કવાયત, આર.આઈ.એલ.ને પૂરૂષો તથા મહિલાઓ માટેના વસ્ત્રોનો સમાન હિસ્સો ધરાવતા લગભગ રૂ.૨,૨૫૦૦૦ થી રૂ.૨,૫૦,૦૦૦ કરોડના ભારતીય વસ્ત્ર બજારમાં તેની હાજરી વધારે મજબૂત બનાવવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.