Abtak Media Google News

પરીક્ષામાં ૭૬ ટકા ઉમેદવારોની હાજરી

સરકારી નોકરીઓ માટે લોકો તલપાપડ થતાં હોય છે. ઘણી વખત જેટલી અરજી પરીક્ષા માટે કરવામાં આવી હોય તેટલા પરીક્ષાર્થીઓ હાજરી ટેકનીશીયન માટેની ૨૬ હજાર ખાલી જગ્યા માટે ૭૬ ટકા પરિક્ષાર્થીઓએ હાજરી આપી હતી. જે રેલવેની પરીક્ષામાં સૌથી મોટી હાજરી રહી હતી.રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષા માટે ઓનલાઇન તેમજ ઓફલાઇન બન્ને સુવિધા રાખવામાં આવી છે.

Advertisement

અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ ૨૬,૫૦૨ વેકેન્સી માટે ૩,૬૫,૮૩૨ ઉમેદવારોએ પરીક્ષા માટેની અરજી કરી હતી. જેમાંથી ૩,૫૯,૯૫૯ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા છે. ગુરુવારે શરુ થયેલ પરીક્ષા ૩૧મી ઓગષ્ટ સુધી ચાલશે. આ ભરતી લોકો પાયલોટ એટલે કે ટ્રેનના ડ્રાઇવર અને ટેકનીશીયન માટે કરવામાં આવી રહી છે. આ વખતેની પરીક્ષામાં ઉમેદવારોનો સૌથી વધુ ધસારો રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.