Abtak Media Google News

રાજુલા નજીક જાફરાબાદ રોડ પર આવેલ લુણસાપુર ગામ પાસેના સીન્ટેક્ષ યાર્ન કંપનીમાં મટીરીયલ્સના ગોડાઉન નં.૪ આરએનજી વિભાગમાં આગ લાગેલ છે.

Advertisement

અહીથી આગની જવાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નિકળી રહ્યા છે. જયારે આગને કાબુમાં લેવા માટે રાજુલા, જાફરાબાદ, વિગેરે સ્થળોએથી ફાયર ફાયટરોને તાત્કાલીક ઘટના સ્થળે કામે લગાડી દેવાયા છે.

જયારે આ ઘટના સંદર્ભે કોઈ પણ જાતની જાનહાની ના સમાચાર પ્રાપ્ત થયેલ નથી જે સ્થળે આગ લાગેલ છે.

તે ફકત મટીરીયલ્સ ગોડાઉન જ હોય તેમાં ઘટના સમય કોઈ વર્કરો હાજર નહી હોવાથી કોઈ ઈજા કે જાનહાની સમાચાર પ્રાપ્ત થયેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.