Abtak Media Google News

વિધમાન મહિલાઓ સંદર્ભનાં અધિકારો, કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષા વિષયક પ્રબંધોની સફળતાની પૂર્વ શરત સાતત્યપૂર્ણ અને જાગૃતિ છે. અને ગુજરાતે સમગ્ર દેશને મહિલા સશકિતકરણના સંદર્ભમાં એક નવી રાહ ચીંધેલ છે. તેમ ઉતરાખંડ‚રૂરલ ડેવલોપમેન્ટ સેન્ટર, દેહરાદૂનના સેન્ટરના ડાયરેકટર સુ. મૈથીલીએ રાજકોટ ખાતે મહિલા સશકિતકરણના કેન્દ્રવર્તી સમારોહમાં ઉદબોધન કરતા જણાવ્યું હ તુ કે અખિલ હિન્દ મહિલા પરીષદ દ્વારા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ મહિલા સશકિતકરણ પખવાડીયાના અનુસંધાને રાજકોટ ખાતે ઝોનલ ઓર્ગેનાઈઝર ભાવનાબેન જોશીપૂરાના અધ્યક્ષ સ્થાને આયોજીત ગૌરવપૂર્ણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આસીસ્ટન્ટ પોલીસ કમિશ્નર બારીયા હાજર રહેલ હતા.

મહિલાઓ તેમજ જે ગ્રામ્ય વિસ્તારની પશ્ર્વાદ ભૂમિ સાથે રાજકોટમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં નિવાસ કરતી આર.આર. પટેલની વિદ્યાર્થીની બહેનો માટે ખાસ એક રોજગારલક્ષી ટ્રેડ ઘડી કાઢવા આવ્યો હતો. અને તેમાં પ્રશિક્ષીત થઈ સજજતા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનીઓનો દિક્ષાંત સમારોહ પણ આ પ્રસંગે આયોજીત કરાયેલ હતો. સ્વામી રામ‚રૂરલ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેકટર અને કેદારનાથ ઉતરાખંડની હોનારત સમયે રાહતકાર્યમાં નવી મિશાલ બનનાર અને પહાડી વિસ્તારની બહેનોને માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવનાર મૈથીલીએ મહિલા સ્વાવલંબન કેન્દ્રોની પણ ખાસ મુલાકાત લીધી હતી. સમારોહમાં ગુજરાતની મહિલા પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી.

એસીપી બારૈયાએ જણાવ્યું હતુ કે, સુરક્ષા સેતુના માધ્યમથી મહિલા કલ્યાણની પ્રવૃત્તિઓમાં રાજકોટ કમિશ્નરેટએ સીમાચીન્હ‚કામગીરી કરી સ્વૈચ્છીક સંગઠનાઓને મદદ કરી છે. આ પ્રસંગે પોલીસ અધિકારી પી.બી. શાપરાએ ૧૮૧ હેલ્પલાઈન તેમજ મહિલા પોલીસ સ્ટેશનની ભૂમિકા સહિતના વિષય ઉપર રસપ્રદ માહિતી આપી હતી.

આ પ્રસંગે અખિલ હિન્દ મહિલા પરીષદના મંત્રી પ્રવિણાબેન જોશી, કોષાધ્યક્ષ આશાબેન મદલાણી, પ્રાધ્યાપક સુનીતાબેન ચોથાણી, ટ્રેઈનર રીટાબેન કાલાવડીયા, ચંપાબેન પિત્રોડા, પૂનમબેન વ્યાસ, પ્રફુલ્લાબા ઝાલા ઉપસ્થિત રહેલ સમગ્ર સમારોહનું સંચાલન કલ્યાણીબેન વછરાજાનીએ કરેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.