Abtak Media Google News

શહેરના રજપુતપરા ૮૦ ફુટ રોડ, કીટીપરા અને જામનગર રોડ પરના માધાપર બસ સ્ટેન્ડ પાસે પોલીસે જુગારના દરોડા પાડી રૂ. એક લાખની રોકડ સાથે જુગાર રમતા ૧૮ શખ્સોને ઝડપી લીધા છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ રજપુતપરામાં આવેલી હોટલ જે.એમ.સી. રુમ નંબર ૩૧૫માં એ ડીવીઝન પીએસઆઇ એસ.બી.સાખટા અને ભરતસિંહ સહીતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા દીલીપ બહાદુર ગોપાલજી બુટા, જીવણ રાણા ભરણ રાણા અમરબહાદુર વીરબહાદુર રાણા જયકુમાર જીતભાઇ લુહાર, રાજેન્દ્ર અજીતભાઇ અડીયા અને ચંદ્રબહાદુર અમરબહાદુર બુતા નામના શખ્સોને ઝડપી પટમાંથી રૂ. એક લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

જયારે બીજો દરોડો ભકિતનગર પોલીસે ૮૦ ફુટના રોડ પર શ્રઘ્ધાનગર શેરી નં.૩ માં જયસુખ અરજણભાઇ જેઠવા નામના શખ્સના મકાનમાં પાડી જુગટુ રમતા મકાન માલીક સહીત મનસુખ અરજણભાઇ જેઠવા, ગુણવંત અમરશીભાઇ ગાંભવા, વિજય ગાંડુભાઇ ડોબરીયા, ભરત નટવરલાલ બુઘ્ધદેવ, ધર્મેન્દ્ર લક્ષ્મીકાંતભાઇ પંડયા અને રામજી ભગવાનજી હીશુ નામના શખ્સોને ઝડપી પી.એસ.આઇ પી.એમ. ધાબડા હેક કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા દેવાભાઇ ધરજીયા, વિક્રમભાઇ ગમારા સહીતના સ્ટાફે જુગાર પટમાંથી રૂ. ૨૮ હજારનો મુદામલ કબજે કર્યો છે. ત્રીજો દરોડો ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર આવેલા માધાપર બસ સ્ટેન્ડ પાસેથી વરલી ફીચરના આંકડા પર જુગાર રમતા વિઠ્ઠલ દાનાભાઇ પરમા અને ભાનુ ગાંડુભાઇ મકવાણા નામના શખ્સોને ઝડપી પીએસઆઇ ઓ.જે. ચીહલા સહીતના સ્ટાફે  રૂ. ૧૦,૪૦૦ ની રોકડ કબજે કરી છે જયારે ચોથો દરોડા પ્ર.નગર પોલીસે કીટીપરા મફતપરાની આવાસ યોજના કવાર્ટરના ગેઇટ પાસેથી  ચકલા પોપટના ચિત્રો પર જુગાર રમતા ડાયા રમણીકભાઇ વઢવાણીયા, રાહુલ રમણીકભાઇ વઢવાણીયા અને રાકેશ મનસુખભાઇ ગોરાસવા નામના શખ્સોને ઝડપી પ્ર.નગરના પોલીસ કોન્સ્ટેબલ  મનજીભાઇ ડાંગરે રૂ. ૯૦૦ ની રોકડ કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.